28.3 C
Gujarat
October 8, 2024
EL News

રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો

Share
Rajkot :
રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો: ઢોરએ અડફેટે લેતાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું એક બાજુ રાજ્યભરમાં ચૂંટણીની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી બાજુ રસ્તા પર રખડતાં ઢોરો કાબૂમાં આવતા નથી.
Measurline Architects
Click Advertisement To Visit
એક બાજુ વાહનોનો ટ્રાફિક તો બીજી બાજુ રાજમાર્ગ પર રખડતાં ઢોરોનો ત્રાસ. રાજકોટમાં રખડતાં ઢોરાઓને કારણે અનેક ગંભીર એક્સિડન્ટ થયો છે કેટલાક લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવી પાડયો છે. રાજકોટમાં હાલ એવી જ ઘટના સામે આવી છે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામગીરી કરતા વ્યક્તિનું ગાયની અડફેટે આવતા મૃત્યુ નિપજ્યું છે.

આ પણ વાંચો…અમદાવાદમાં પ્રદીપ પરમારની ટિકિટ માટે કહ્યું, NO REPEAT PLEASE

રખડતાં ગાય, ઢોરે અડફેટે લેતે એનક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે જ્યાં ઢોરે વ્યક્તિને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના રાજકોટના સાધુ વાસવાણી રોડની છે જ્યાં માર્કેટિંગયાર્ડના કમિશન એજન્ટ રસિક ઠકરારને ગાયે હડફેટે લેતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

SONU SOOD BACK AS ANGEL : WILL BUILD SCHOOLS.

elnews

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી

elnews

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 ક્રિકેટ, ટિકિટના ભાવ આસમાને છે

elnews

Leave a Comment

error: Content is protected !!