27.7 C
Gujarat
March 29, 2023
EL News

રાજકોટમાં પીવાનું પાણી નહીં તો મત નહીંના બેનરો લાગ્યા

Share
Rajkot :

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન માટેના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીના એક પછી એક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ગત ચૂંટણીમાં જે કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકો જીતી છે તેમાં વધુ ફોક્સ રાખ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલાઈ રહ્યા છે.  આ દરમિયાન રાજકોટમાં રાજકીય પક્ષોને સોસાયટીમાં મત ન માંગવાના બેનરોએ ચર્ચા જગાવી દીધી છે.

PANCHI Beauty Studio
Advertisement

રાજકોટમાં મોટમવા વિસ્તારમાં આવેલી 20 કરતા પણ વધારે સોસાયટીમાં આજે લોકોએ રાજકીય પક્ષોનો વિરોધ કરતા બેનરો લઈને સુત્રોચાર કર્યો હતો. આજે લોકો રસ્તા પર ઉતરી ગયા હતા. આ સોસાયટીઓની મહિલાઓએ વિરોધ નોંધવાયો હતો.  રાજકોટમાં આ સોસાયટીના રહીશો દ્વારા પીવાનું પાણી નહીં તો મત નહીં અને રાજકીય પક્ષોએ સોસાયટીમાં આવવું નહીંના બેનરો સાથે સુત્રોચાર કર્યો હતો. આ સોસાયટીમાં અંદાજે 20 હજાર કરતા પણ વધારે મતદારો છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી.

રાજકોટમાં ઘણી સોસાયટીમાં પીવાના પાણી તેમજ અન્ય પ્રથમિક સુવિધા ન મળતા રાજકીય પક્ષોના પ્રચારનો વિરોધ નોંધવાયો હતો. રાજકોટમાં મહિલાઓમાં પીવાના પાણીને લઈને ખુબ જ આક્રોશ ઉઠી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ખાસ કરીને શાસક પક્ષનો વિરોધ ઉઠી રહ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે ત્યારે આ પ્રકારનો વિરોધ ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે છે.

 

આ પણ વાંચો… ખેડૂતોની આવક 2022માં થશે બમણી:એકાઉન્ટમાં આવશે પૂરા 5 લાખ રૂપિયા

 

આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો

 

– અમારી સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષે મત માગવા આવવું નહીં

– અમારા વિસ્તારમાં નળ (પિવાનું પાણી) નહીં તો મત નહીં

– છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરી દીધા બાદ પણ આજદિન સુધી અમારા વિસ્તારને મળ, પાકા રોડ-રસ્તા, જાહેર સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ મળતી નથી.

– આથી અમે સોસાયટીમાં રહેતા તમામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વોટ્સએપ: આ એપમાં વિશ્વસનીયતા અને ઝડપ બંને વધારવામાં આવશે.

elnews

સુરત- અમરોલી, કોસાડ વિસ્તારમાં ડીજીવીએસીએલના દરોડા

elnews

તરણેતર મેળામાં જવા માટે થાનગઢમાં થનગનાટ.

elnews

Leave a Comment

error: Content is protected !!