28.2 C
Gujarat
September 15, 2024
EL News

રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી

Share
Gujarat Update:

આગામી 5 દિવસમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ સાંજે 4 કલાક આસપાસ વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.  ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

PANCHI Beauty Studio
Advertisement

તેમાં પણ 13 તારીખના રોજ વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ આગામી દિવસો પડી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસમાં જોવા મળી શકે છે. ખાસ કરીને વરસાદની સાથે સાથે પવન ભારે ફૂંકાવાની શક્યતા છે.

વરસાદનો માહોલ આજથી જ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વરસાદી માહોલ ગાજવીજ પવન સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જેવી સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદનું જોર ફરીથી ગુજરાતમાં વધી રહયું છે.

આ સિસ્ટમ સક્રીય થઈ હોવાથી આગામી 5 દિવસ વરસાદ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં પણ પડી શકે છે. ખાસ કરીને આ વખતે સિઝનનો સારો એવો વરસાદ પડ્યો હતો ત્યારે વધુ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની સ્થિતિ વચ્ચે તમામ ડેમ, સરોવરો અને નદીઓમાં પાણી જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો…વનરક્ષક કર્મચારીઓ ગ્રેડ પે વધારાની માંગણી સાથે હડતાળ પર.

જો કે, આગાહી મુજબ બંગાળની ખાડીમાં પ્રશર સર્જાતા અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આજે સાંજે હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્પયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી હતી ત્યારે આ ગરમીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરાયો રિલેક્સ ઝોન

elnews

વડોદરાઃ 3 તોલાની ચેઈન લૂંટીને બે શખ્સો નાસી ગયા હતા

elnews

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધિત આદેશો જારી કર્યા

elnews

Leave a Comment

error: Content is protected !!