30.5 C
Gujarat
November 4, 2024
EL News

આ સ્કીમમાં મળશે બમણું રિટર્ન, રોકાણની નથી કોઈ મર્યાદા

Share
Business :
Post Office Scheme to Double The Money : દેશમાં સૌથી વિશ્વસનીય ઇન્વેસ્ટ સ્કીમ પોસ્ટ ઓફિસ (Post Office) વિભાગ દ્વારા લાવવામાં આવે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણી સરકારી યોજનાઓમાં રોકાણ કરવા માંગે છે. હકીકતમાં તેઓ તેને સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ માને છે. આ સમાચારમાં અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમારે માત્ર એક જ વાર રોકાણ કરવું પડશે અને મેચ્યોરિટી પર તમને બમણા રૂપિયા મળશે.
જાહેરાત
Advertisement

શું છે યોજના

તમે કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) સ્કીમમાં 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તેમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. તેની પાકતી મુદત 124 મહિના (10 વર્ષ 4 મહિના) છે. આ યોજના ખાસ ખેડૂતો માટે બનાવવામાં આવી છે. જેથી તે લાંબા સમય સુધી રોકાણ કરી શકે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં 2.5 વર્ષનો લોક-ઇન પીરિયડ હોય છે.

આ પણ વાંચો… દૂધમાં ઉકાળીને આ બે વસ્તુ ખાઓ, શરીરનું વજન વધવા લાગશે.

124 મહિના સુધી ઇન્વેસ્ટ

આ પ્લાનમાં તમારે તમારું રોકાણ 124 મહિના સુધી જાળવી રાખવું પડશે. અહીં દર ક્વાર્ટરમાં વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. સરકાર આ સ્કીમ પર 6.9 ટકાના દરે વ્યાજ આપી રહી છે. જૂનમાં તેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. રેપો રેટમાં વધારાને જોતા હવે તેના વ્યાજ દરમાં વધારો થવાની આશા છે.

5 લાખના થઈ જશે 10 લાખ

પોસ્ટ ઓફિસ સિવાય તમે આ સ્કીમને જાહેર ક્ષેત્રની બેંકોમાંથી પણ ખરીદી શકો છો. અહીં તમને રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. મેચ્યોરિટી પર તમારા રૂપિયા બમણા થઈ જાય છે. જો તમે તેમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 124 મહિના પછી આ રકમ બમણી થઈને 10 લાખ રૂપિયા થઈ જશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ કંપનીના શેરે 30 દિવસમાં રોકાણકારોને કર્યા માલામાલ

elnews

અદાણી પછી હવે કોનો વારો? હિંડનબર્ગ રિસર્ચની મોટી જાહેરાત

elnews

ગૌતમ અદાણી – ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડીયા

elnews

Leave a Comment

error: Content is protected !!