26.3 C
Gujarat
March 29, 2024
EL News

વલવાડા ગામમાં 2 વર્ષ પહેલા ઘરોમાં નળ મુક્યા છતાં પાણી નથી

Share
 Surat EL News

નલ સે જલ યોજનાનું અમલીકરણ કરાયું પરંતુ નળમાં પાણી ક્યારે આવશે તે સવાલ હજૂ પણ ક્યાંયક કેટલાક અતરીયાળ ગામોમાં છે. વલવાડા વિસ્તારના એક ગામમાં આ પ્રકારની સમસ્યા જોવા મળતા લોકોને ભરઉનાળે કુવાનો સહારો લેવો પડી રહ્યો છે.
PANCHI Beauty Studio
રાજ્ય સરકાર દ્વારા છેવાડેનાં ગામડાઓ સુધી પાણી પહોંચે અને પાણીની અગવડ ન પડે તે માટે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહુવા તાલુકાના વલવાડા ગામે કઈક વિપરીત જ પરિસ્થિતિ જોવા મળી છે. વલવાડા ગામે નવા ફળિયામાં તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા દરેક ઘરોમાં નળ તો લગાવી દેવામાં આવ્યા પરંતુ નળમાં પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ આજે પણ કુવામાંથી પાણી ભરવા માટે મજબૂર થઈ છે.

સુરત જિલ્લામાં આવેલ મહુવા તાલુકો એટલે બહુલ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો અહીં રહેતા લોકો મૂળભૂત ખેતી અને પશુપાલન પર નભતા હોઈ છે. પીવાના પાણી માટે તો વલવાડા ગામની મહિલાઓ કુવામાંથી પાણી ખેંચી લાવે છે. પરંતુ પશુઓ માટે ભર ઉનાળે કુવામાંથી પાણી લાવવુ એ ખૂબ મુશ્કેલી ભર્યું બની જવા પામ્યું છે. ત્યારે મોટે ઉપાડે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નલ સે જલ યોજના માત્ર નામની જ સાબિત થવા પામી છે. સરકાર આ મામલે ધ્યાન આપે અને આવા છેવાડેનાં ગામોમાં નલમાંથી જલ ચાલુ કરાવી સાચા અર્થમાં યોજના સાર્થક કરાવે તેવી પણ એક લોક માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો… રાજકોટમાં બાળકો માટે નિ:શુલ્ક ‘યોગ સમર કેમ્પ’ યોજાશે

સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડીયાએ અગાઉ આજ વલવાડા ગામ દત્તક લીધું હતું. જયારે ધારાસભ્યએ દતક લીધેલા ગામની આવી હાલત હોય તો પછી સમગ્ર જિલ્લામાં નલ થી જલ યોજના ખરા અર્થમાં સાર્થક બની તેની સરકારે સમીક્ષા કરવી જોઈએ. વિકાસના નામે રૂપિયા ખર્ચાઈ છૅ પણ યોજના નો લાભ લાભાર્થીઓ લાંબા સમય સુધી મળે એવા પ્રયાસ કરવામાં આવતા નથી માત્ર ખાર્ટ મુહર્ત અને લોકાર્પણ કરાયા પછી યોજના નું શું થયું કોઈને જાણવાની  ઉત્સુકતા રહેતી નથી અને યોજનાનો ફિયાસ્કો થઇ જાય છે.

રાજ્ય સરકાર સામાન્ય ગરીબ વર્ગના લોકો માટે અનેકો યોજનાઓ બહાર પાડે છે. પરંતુ યોજનાઓનું અમલીકરણ ક્યારે થતું નથી. તેવી જ કંઈક પરિસ્થિતિ મહુવા તાલુકા વલવાડા ખાતે જોવા મળી હતી. હર ઘર નલ અને નલ સે જલ યોજના થકી દરેક ઘરે પાણી પહોંચી શકે અને લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વલવાડા ખાતે આવેલ નવા ફળિયામાં સ્થાનિક તંત્ર દ્વારા 2 વર્ષ પહેલાં દરેક ઘરોએ નળ તો લગાવી દેવાયા પરંતુ પાણીના નામે ભુ જેવી પરિસ્થિતિ મુજબ હજુ સુધી નળમાં 1 ટીપું પાણી પણ આવ્યું નથી. જેને પગલે મહિલાઓ હજુ પણ ભર ઉનાળે કુવામાંથી પાણી ખેંચવા મજબુર બની છે. ગામના સરપંચ, સ્થાનિક ધારાસભ્ય અને વહીવટી તંત્રને અનેકો વખત રજૂઆતો કરી છે. છતાં કોઈ નિરાકરણ નહિ આવતા નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ હોઈ તેવું સાબિત થઈ જવા પામ્યું છે.

બાઈટ- રીનાબેન પટેલ_સ્થાનિક
બાઈટ – તારાબેન પટેલ_સ્થાનિક
બાઈટ- વનિતાબેન પટેલ_સ્થાનિક

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર

elnews

બોર્ડ પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ

elnews

સુરતમાં ઐતિહાસિક તોપ મળી આવી

elnews

Leave a Comment

error: Content is protected !!