34.9 C
Gujarat
April 20, 2024
EL News

સરકારી યોજના છતાં કુપોષિત બાળકોની સંખ્યામાં થયો વધારો

Share
Rajkot, EL News:

દેશભરમાં ગુજરાતને સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કમનસીબે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.ત્યારે રાજકોટજિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20,310 કુપોષિત બાળકોનોંધાયા છે. આ માહિતી આઈસીડીએસ શાખામાંથી મળી છે.

PANCHI Beauty Studio

રાજ્ય સરકાર, આઈસીડીએસ શાખા તેમજ આંગણવાડીના કર્મચારીઓ સહિત જુદી જુદી શાખાના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા મહેનત કરવામાં આવે છે પરંતુ કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી. કુપોષણ બાળક ન જન્મે તે માટે બાળકની માતાએ સગર્ભાવસ્થા દરમિયાન જ યોગ્ય આહાર લેવાની કાળજી રાખવી પડતી હોય છે, પરંતુ ક્યાંકને ક્યાંક તેનો અભાવ જોવા મળતા કુપોષિત બાળકોની સંખ્યા વધી છે.

આ પણ વાંચો…અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની ક્રૂરતા પૂર્વક હત્યા

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્ય સરકાર, આઈસીડીએસ શાખા અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા મહેનત કરવામાં આવે છે. છતાં કુપોષિતોની સંખ્યામાં ઘટાડો થતો નઓથી. રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકોનોંધાયા છે, જ્યારે તેમાંથી 1523 બાળકો અપગ્રેડ પણ થયા છે. આઈસીડીએસ શાખામાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો જેતપુર તાલુકામાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કુપોષિત બાળકો વીંછિયા તાલુકામાં નોંધાયા છે. જેતપુર તાલુકામાં 825, જસદણ તાલુકામાં 444, કોટડાસાંગાણીમાં 408 અને વીંછિયા તાલુકામાં 93 કુપોષિત નોંધાયા છે. કુપોષિત બાળકોની સંખ્યા વધતા જિલ્લા આરોગ્ય વિભાગની પણ ચિંતામાં વધારો થયો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પંચમહોત્સવ: જાહેર પ્રતિસાદને માન આપીને પાસમાંથી મુક્તિ આપવામાં આવી..

elnews

Video:વિશ્વ પ્રખ્યાત ગોધરા ગણેશ વિસર્જન યાત્રા સમ્પન્ન.

elnews

દિવ્યાંગ વ્યક્તિએ લીધો મેરેથોનમાં ભાગ

elnews

Leave a Comment

error: Content is protected !!