23.6 C
Gujarat
December 3, 2024
EL News

રાજકોટમાં વધતો જતો ગુંડાગર્દીનો ત્રાસ

Share
Rajkot :
રાજકોટમાં દિવસેને દિવસ લોકો ઝગડો, મારમારી અને ગુંડાગર્દ કરવા લાગ્યા છે. દિવસેને દિવસે મારમારી માથાકૂટ બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો જેમાં એક સોસાયટીમાં અગાઉ ચોરી થતાં રહેવાસી અજાણ્યા વ્યક્તિ પર ધ્યાન રાખતા ત્યારે ત્યાંથી પસાર થતા ૧૭ વર્ષના તરુણને શંકાસ્પદ માણી પૂછપરછ કરી માથાકૂટ થતાં મારમારી થઈ અને તરૂણને હોસ્પિટલ ખસેડવો પાડયો ચોરની જેમ આટા મારતા શંકાસ્પદ શખ્સ સાથે બોલાચાલી બાદ થયેલી માથાકૂટમાં તરુણને છરીનો ઘા વાગી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Measurline Architects
Click Advertisement To Visit
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સાત હનુમાન પાસે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં રેસીડેનસીમાં રહેતા દર્શિત જયેન્દ્ર જાણી નામના ૧૭ વર્ષના તરુણને એક અજાણ્યા શખ્સે માથાના ભાગે છરીનો ઘા મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શિવ શક્તિ સોસાયટીમાં બે દિવસ પહેલા વાહનની ચોરી થઈ હતી. જેથી સોસાયટીના લોકોએ રાત્રીના તકેદારી ભાગરૂપે અજાણ્યા શખ્સો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો…અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન માટે 1700 કરોડના હસ્તાક્ષર

જેમાં ગત મોડી રાત્રીના એક અજાણ્યો શકમંદ વ્યક્તિ ત્યાંથી પસાર થતા સોસાયટીના લોકોએ તેની પૂછતાછ કરી હતી. જેમાં મામલો બિચકાતા બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ અજાણ્યો શકમંદ શખ્સ હથિયારો લઇ પોતાના સાગરીતો સાથે સોસાયટીમાં દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ આડેધડ હથિયાર ચલાવતા 17 વર્ષના માસૂમ દર્શિતને માથાના ભાગે છરીનો ઘા મારી દેતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વાવાઝોડાના લઈને નેવીના એરક્રાફ્ટ સ્ટેન્ડબાય કરવામાં આવ્યા,

elnews

શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે બંધ કરાયો છે

elnews

જૂનાગઢમાં 180 શખ્સો રાઉન્ડ અપ,વૃદ્ધનું મોત નીપજતા હત્યાનો ગુનો

elnews

Leave a Comment

error: Content is protected !!