31.6 C
Gujarat
June 24, 2024
EL News

સુરતમાં પ્રચાર કરી રહ્યા છે કેજરીવાલ, રોડ શોમાં થયો પથ્થરમારો

Share
Surat :

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના કારણે હાલમાં દરેક રાજકીય પક્ષો જોરશોરથી પોતપોતાના પક્ષનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. મોટામોટા નેતાઓ રોડ શો અને જાહેર સભાઓ કરી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સુરતમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં કેજરીવાલ રોડ શો કરી રહ્યા હતા, ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે મીડિયા પણ આ રોડ શોને કવર કરી રહ્યું હતું, તેથી કેમેરા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ પથ્થરમારો શરૂ થયો, ત્યારે અરવિંદ કેજરીવાલ તેમની કારની અંદર ચાલ્યા ગયા અને જ્યારે તેમની સુરક્ષા ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી, ત્યારે તેઓ ફરીથી બહાર આવીને રોડ શો કરવા લાગ્યા.

PANCHI Beauty Studio
Advertisement

મળતી માહિતી મુજબ, એક ગલીમાંથી કેજરીવાલના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેજરીવાલ પોતાની કારની ઉપરથી હાથ હલાવી રહયા હતા, ત્યારે જ અચાનક પથ્થરમારો થવા લાગ્યો. સાથે જ પથ્થરબાજો અને AAP સમર્થકો વચ્ચે અથડામણ પણ થઈ.

આ રોડ શો પહેલા અરવિંદ કેજરીવાલે સુરતના હીરા બજારમાં એક જનસભાને પણ સંબોધી હતી. ત્યાં અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત વેપારીઓને ‘આઈ લવ યુ’ કહીને કરી હતી. કેજરીવાલે કહ્યું કે મારી નજરમાં એક-એક વેપારી હીરા છે. તેમણે કહ્યું કે કોઈને પણ સરકાર પાસેથી પોતાનું કામ કરાવવામાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.

આ પણ વાંચો… યોનિમાર્ગની આ 4 સમસ્યાઓ મેનોપોઝ સાથે સંબંધિત છે

અહીં પોતાના સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે સુરતના હીરાના વેપારીઓ અને રત્ન કલાકારોને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. ગુજરાતના ખૂણે-ખૂણે જઈને હું ઘણા વેપારીઓ સાથે મુલાકાત કરી ચુક્યો છું. વેપારીઓએ જણાવ્યું કે અમારી સાથે ગુંડાગર્દી થાય છે, ધમકાવે છે અને પૈસા વસૂલ કરે છે. કેજરીવાલે કહ્યું કે પૈસા કમાયા પછી ઈજ્જત જોઈતી હોય છે. તમારી પાસે ઉપરવાળાએ વિકલ્પ મોકલ્યો છે. વેપારીઓને અહીં આવવા બદલ સલામ કરું છું.

આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે બધુ બદલાવાનું છે. આમ આદમી પાર્ટીની સરકાર આવવાની છે. અંદર અંદર એમની કબર ખોદી દો.પરિવર્તન એટલે આમ આદમી પાર્ટીનો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં ફેલાવી દો. સાથે જ કેજરીવાલે એમ પણ કહ્યું કે દિલ્હીની જેમ તેઓ ગુજરાતમાં પ્રોફેશનલ ટેક્સ નહીં વસૂલે. નાના વેપારીઓને સસ્તી જગ્યા અપાવશે. છેતરપિંડી રોકવા માટે કાયદો લઈને આવશે.

આ સિવાય સુરતમાં વચન આપતાં કેજરીવાલે કહ્યું કે તેઓ વેપારીઓને તેમની જરૂરિયાત મુજબ લોન આપશે. બજારનું પાર્કિંગ ફ્રી કરશે. કેન્દ્ર સાથે વાત કરીને જીએસટીની જટિલતા દૂર કરશે. દિલ્હીના ડોર સ્ટેપ ડિલિવરીની જેમ અમે ગુજરાતમાં પણ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના અમલમાં મુકીશું. સરકાર કામ કરવા તમારા ઘરે આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા: પરંપરાગત રીતે સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શિવજી કી સવારી નીકળી

elnews

ગુજરાતના 109 તાલુકામાં સવારે 6 કલાક સુધીમાં વરસાદ જોવા મળ્યો, આ વિસ્તારમાં ફરી આગહી…

elnews

આખરે ગોધરાના રહીશોએ થાકીને ગોધરાને રોડ લેસ સીટી નું બિરુદ્દ આપ્યું.

elnews

Leave a Comment

error: Content is protected !!