EL News

જાણો પાલક કોફ્તાની રેસીપી

Share
Food Recipe, EL News

જો તમે પાલક પનીર ખાઈને કંટાળી ગયા હોવ તો પાલક કોફ્તાની રેસિપી ચોક્કસ ટ્રાય કરો. પનીર ખોફતાની આ રેસીપીની રીત પણ આસાન છે. ઘરમાં રહીને જ બનાવી શકો છે. જેને ખાધા પછી વારંવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરશો. તેમાં ડ્રાયફૂટ ઉમેરાતા પોષક તત્વો પણ મળશે.

Measurline Architects

એક કડાઈમાં તેલ મૂકીને ગરમ કરો, તેમાં 1 ગ્રામ કાળું જીરું નાખીને તતડવા દો, 3 ગ્રામ સમારેલા આદુ અને મરચાં ઉમેરો એ પછી પાલક ઉમેરો અને 3 મિનિટ માટે ફ્રાય કરતા રહો ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને બાકીના ડ્રાય ફ્રૂટ્સ જેમ કે, ઝીણા સમારેલા બદામ, કાજુ નાખો, સ્ટફિંગ અને રિઝર્વ માટે મિક્સ કરતા રહો. એક બાઉલ લો, પનીર, બટેટા, ઈલાયચી પાવડર અને મકાઈનો લોટ મિક્સ કરો અને 35 ગ્રામના આઠ બોલ બનાવો અને દરેક બોલમાં 13 ગ્રામ સ્ટફિંગ ભરો અને કોફતાને ધીમી આંચ પર હલકા સોનેરી થાય ત્યાં સુધી તળો.
મિક્સરમાં મગફળી, તલ, આખા ધાણા, 2 ગ્રામ જીરું, કાશ્મીરી મરચું, કાજુ, હળદર અને નારિયેળ ઉમેરીને પેસ્ટ બનાવો. એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં સમારેલ લસણ અને ડુંગળી ઉમેરો અને ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલા આદુ અને શેકેલા મસાલાની પેસ્ટ ઉમેરીને ધીમી આંચ પર પકાવો. હવે તેમાં 500 મિલી પાણી નાખીને 25 મિનિટ સુધી ઉકળવા દો. ચટણીને ગાળી લો અને ચટણીમાં કોફતા નાખી ગરમાગરમ સર્વ કરો

Related posts

હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો જાણો

elnews

પનીર પસંદા બનાવવાની એકદમ આસાન રીત

elnews

રેસિપી / સાબુદાણાને પલાળ્યા વગર બનાવો ટેસ્ટી પકોડા

elnews

Leave a Comment

error: Content is protected !!