36.6 C
Gujarat
March 28, 2024
EL News

લઠ્ઠાકાંડ અસરગ્રસ્ત વિસ્તારોમાં એમ્બ્યુલન્સ સતત તહેનાત..

Share
લઠ્ઠાકાંડ:

 

કેમિકલકાંડ કે લઠ્ઠાકાંડ આ મામલે બોટાદ વિસ્તારમાં એ પ્રકારની સ્થિતિ છે જેમાં એમ્બુલન્સ સતત તહેનાત રાખવામાં આવી છે. ઝેરી દારુકાંડમાં કાલની સરખામણીએ પેશન્ટ્સની સંખ્યા વધી રહી છે કેમ કે, ગઈ કાલે 80થી વધુ લોકોને એડમિટ કરાયા હતા પરંતુ અત્યારે આ સંખ્યા અત્યારે 140થી વધું જોવા મળી રહી છે. ત્યારે પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા સતત કોઈ લક્ષણો દેખાયતો હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી રહી છે.

 

ખાસ કરીને આજે બોટાદ જિલ્લાના એસપી કરણરાજ વાઘેલાએ પત્રકાર પરીષદ યોજી હતી અને આ મામલે તેમણે કહ્યું છે કે, જે લોકોને વોમિટીંગ, આંખે અંધારા આવવા તેમજ અન્ય પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ પોલીસને જાણ કરે. ખાસ કરીને સ્થિતિ વધુ વણસે નહીં અને તરત સારવાર મળી રહે તે માટે બોટાદ વિસ્તારના ગામડાઓમાં એમ્બ્લુલન્સ તહેનાત કરી દેવામાં આવી છે.

અસરગ્રસ્ત તમામ ગામોની બહાર હાલ એમ્બ્લુન્સ ગોઠવી દેવાઈ છે. ખાસ કરીને આ મામલે અત્યારે ટીમો પોલીસની બરવાડા, રામપુર સહીતના વિવિધ વિસ્તારો તહેનાત કરવામાં આવી છે. પોલીસની 5 ટીમો અલગ અલગ જગ્યાએ કામ કરી રહી છે.

 

અત્યારે જેટલા પણ પેશન્ટ્સ છે તેમાંથી મોટાભાગના ભાવનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યાં દરેક પ્રકારની સારવાર અત્યારે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જો કે, આ ઝેરી દારુકાંડમાં અત્યાર સુધીમાં 42 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે.

છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં એમ્બ્લુલન્સના સાયરન સંભળાઈ રહ્યા છે. રોજિદ સહીતના ગામોમાં રોકકડ જોવા મળી રહી છે.

લઠ્ઠાકાંડ

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ અને તમારા વિસ્તારના ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

ગાંધીનગર: માણસમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં તોડફોડ

elnews

સરકાર દ્વારા 27 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી સુધારણા બિલ લવાશે

elnews

ગોવિંદરાજા સ્વામી મંદિરની બાજુમાં બિલ્ડીંગમાં ભીષણ આગ

elnews

Leave a Comment

error: Content is protected !!