37.3 C
Gujarat
April 24, 2024
EL News

એલઆઈસીએ લોન્ચ કરી શાનદાર પોલિસી, બેનેફિટ્સ જોઈ તાત્કાલિક કરશો રોકાણ: જાણો ડિટેઈલ્સ

Share

Business :

LIC Dhan Sanchay Saving Plan Launch: એલઆઈસી સમયાંતરે ગ્રાહકો માટે પ્લાન ઓફર કરતી રહે છે. ફરી એકવાર ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ ધન સંચય બચત યોજના નામની નવી વીમા પોલિસી (LIC Dhan Sanchay Saving Plan) શરૂ કરી છે.

PANCHI Beauty Studio
Advertisement

આ સ્કીમ 14 જૂનથી રોકાણકારો માટે ખોલવામાં આવી છે. એટલે કે તમે તેમાં રોકાણ કરી શકો છો. LIC ધન સંચય પોલિસી હેઠળ પોલિસીધારકના મૃત્યુ પર, પરિવારને પોલિસીની મુદત દરમિયાન આર્થિક સહાય મળશે. એટલું જ નહીં તે પોલિસીની મેચ્યોરિટી પછી પેઆઉટના સમયગાળા દરમિયાન બાંયધરીકૃત આવક પણ આપે છે.

5થી 15 વર્ષનો પ્લાન

LIC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ખાસ પોલિસીમાં પ્લાનની મેચ્યોરિટીની તારીખ પછી ચુકવણી દરમિયાન ગેરેન્ટીડ બેનેફિટ્સ આપવામાં આવશે. ઉપરાંત ગેરેન્ટીડ ટર્મિનલ બેનેફિટ્સ પણ ચૂકવવામાં આવશે. આ પ્લાન 5 વર્ષથી લઈ વધુમાં વધુ 15 વર્ષ માટે છે. તેમાં નિશ્ચિત ઈનકમ બેનેફિટ્સ મળશે. એટલું જ નહીં તેમાં ઈનકમ બેનેફિટ્સમાં વધારો, સિંગલ પ્રીમિયમ લેવલ ઈનકમ બેનેફિટ્સ અને સિંગલ પ્લાનની પણ સુવિધા આપવામાં આવશે. તેમાં લોન લેનની પણ સુવિધા મળે છે. તમે તેમાં રાઇડર્સ પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો… ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય લેવાઈ શકે છે, જાણો શું છે યુનિફોર્મ સિવિલ કોડ

LIC એ લોન્ચ કર્યા ચાર ઓપ્શન

એલઆઈસીએ આ પ્લાનમાં ચાર ઓપ્શન લોન્ચ કર્યા છે. પ્લાન A અને B હેઠળ મૃત્યુ પર 3,30,000 રૂપિયાનું સમ એશ્યોર્ડ કવર મળશે. ઉપરાંત પ્લાન C હેઠળ 2,50,000 રૂપિયાનું ન્યૂનતમ સમ એશ્યોર્ડ કવર અને પ્લાન Dમાં મૃત્યુ પર 22,00,000 રૂપિયાનું સમ એશ્યોર્ડ કવર મળશે. આ પ્લાન માટે મહત્તમ પ્રીમિયમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

જાણો પાત્રતા

LIC ધન સંચય યોજનાની પોલિસી લેવા માટે ગ્રાહકની લઘુત્તમ ઉંમર 3 વર્ષ હોવી જોઈએ, જ્યારે ઓપ્શન એ અને ઓપ્શન બી માટે 50 વર્ષ, વિકલ્પ સી માટે 65 વર્ષ અને વિકલ્પ ડી માટે મહત્તમ 40 વર્ષ. એટલે કે 3 વર્ષથી 40 વર્ષની વયના લોકો તેમાં રોકાણ કરી શકે છે.

ક્યાથી પ્લાન ખરીદવું

જો તમે પણ LIC ધન સંચય પોલિસી ખરીદવા માંગતા હો, તો તમે www.licindia.in વેબસાઈટ પર જઈને એજન્ટો / અન્ય મધ્યસ્થીઓ દ્વારા ઓફલાઈન અને સીધા ઓનલાઇન બંને ખરીદી શકો છો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સોનું અને ચાંદી બે મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા

elnews

તહેવારોની સિઝનમાં ઘર ખરીદવું થશે સસ્તું, આ ખાસ સ્કીમ

elnews

હેલ્થકેર પર ચુકવવું પડશે વધારાનો 5 ટકા ટેક્સ,

elnews

Leave a Comment

error: Content is protected !!