Kutchh-Jamnagar:
કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુધનમાં લિમ્પી સ્કીન ડિસીઝના ઇલાજ તથા પશુઆરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને આ બે જિલ્લાઓમાં પુરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી છે.
મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અન્ય જિલ્લામાંથી વેટરનરી ડૉકટરોની વધારાની ટીમ પહોચાડીને સત્વરે રસીકરણ અને રોગ રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પણ તાકીદ કરી છે.
કચ્છ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસમાં સૂત્રો દ્વારા હજારો ગાયના મોતના સમાચાર મળી રહ્યા છે. તેવી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા કચ્છ અને જામનગર જિલ્લામાં પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળાથી બચવા માટે વેટનરી ડોકટરોની ટિમ ને રવાના થવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
હાલ તાત્કાલિક ધોરણે બન્ને જિલ્લાઓમાં કચ્છ અને જામનગર જિલ્લામાં પશુઓમાં ફેલાયેલા રોગચાળાને અટકાવવા માટે વેટનરી ડોકટરોની ટિમો કામે લાગી ગઈ છે.અને પશુઓમાં ફેલાતા રોગચાળાને અટકાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આ જ પ્રકાર ના અપડેટ માટે જોડાયેલા રહો ઇએલ ન્યુઝ સાથે…