31.5 C
Gujarat
September 13, 2024
EL News

બનાવો તલ અને ગોળના લાડુ, આ છે આસાન રીત

Share
Food Recipe , EL News
તિલ કે લાડુ બનાવવા માટેની સામગ્રી
અડધો કપ તલ, અડધો કપ ગોળ, એક ચમચી ઘી, અડધો કપ શેકેલી અને વાટેલી મગફળી, એક ચપટી એલચી પાવડર.
PANCHI Beauty Studio

તિલ કે લાડુ બનાવવાની રીત
સ્ટેપ 1- એક પેનમાં તલ નાંખો અને મધ્યમ તાપ પર પાંચ મિનિટ સુધી શેકી લો. આ દરમિયાન તલને ચમચી વડે હલાવતા રહો.
સ્ટેપ 2- હવે શેકેલા તલને અલગથી કાઢી લો.
સ્ટેપ 3- પેનમાં એક ચમચી ઘી નાખીને ગરમ કરો.

આ પણ વાંચો…છૂટક મોંઘવારી દર ત્રણ મહિનામાં આટલો ઊંચો

સ્ટેપ 4- પછી તેમાં ગોળના ટુકડા નાખો અને સારી રીતે હલાવતા જ પાંચ મિનિટ સુધી પકાવો.
સ્ટેપ 5- હવે ઓગળેલા ગોળમાં તલ, વાટેલી મગફળી અને એલચી પાવડર ઉમેરીને ધીમી આંચ પર એક મિનિટ સુધી પકાવો.
સ્ટેપ 6- થાળીમાં ઘી લગાવો અને ગોળના મિશ્રણને બે મિનિટ ઠંડુ થવા માટે બહાર કાઢો.
સ્ટેપ 7- પછી હથેળીને પાણીથી ભીની કરો અને થોડું ગોળનું મિશ્રણ લો.
સ્ટેપ 8- હવે આ મિશ્રણમાંથી નાના ગોળાકાર બોલ્સ બનાવો.
સ્ટેપ 9- આ લાડુઓને થોડી વાર ઠંડુ થવા માટે રાખો. બાદમાં એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અજમાવો સાઉથ ઇન્ડિયન ઘી ચોખાની રેસિપી

elnews

તમારા મનપસંદ શાકભાજી સાથે બનાવો હેલ્ધી વેજ પુલાવ

elnews

બનાવો ડુંગળી અને આમલીની ચટણી, જાણો રેસીપી

elnews

Leave a Comment

error: Content is protected !!