29.1 C
Gujarat
April 20, 2024
EL News

સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ સુંદર સજાવટ અને અઢળક ઓફર્સ સાથે મુસાફરોને મોજ-મસ્તીની ટ્રીપ

Share
Ahmedabad, EL News

અમદાવાદ, 12 મે, 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના અનુભવને બહેતર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ઉનાળુ વેકેશનમાં આપના પ્રવાસને સુપર કૂલ મનોરંજન સાથે યાદગાર બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.

Measurline Architects

આ ઉનાળુ વેકેશનને આપ યાદગાર બનાવવા ઈચ્છો છો? શું આ વેકેશનના સંભારણાને આપ આકર્ષક સેલ્ફી અને ફેમીલી ફોટામાં ફ્રીઝ કરવાનું વિચારી રહ્યા છો? તો SVPI એરપોર્ટ પર તેની બરાબર તજવીજ કરવામાં આવી છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગની અંદર અને બહાર ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. 70-દિવસ ચાલનારા સમર કાર્નિવલની શરૂઆત 23મી એપ્રિલથી થઈ ચૂકી છે. મુસાફરો 30 થી વધુ આઉટલેટ્સ અને સેંકડો ડિસ્કાઉન્ટ ઑફર્સનો લાભ લઈ શકે છે. આપના મિત્રો અને પરિવાર માટે સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તાથી લઈને વિવિધ ગિફ્ટિંગ વિકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં ફૂડ અને બેવરેજીસથી લઈને રિટેલ અને સર્વિસીઝ પર કોમ્બોઝનો લાભ લઈ શકો છે. નાસ્તો, ગ્વાલિયા, સબવે, મેકવી, હોકો ઈટેરી, રેર પ્લેનેટ અને સંકલ્પ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ સહિત કાર્નિવલમાં 30 થી વધુ આઉટલેટ્સ ભાગ લઈ રહ્યા છે;  તેમાં દરેક માટે કંઈક સુપરકૂલ છે!

આ પણ વાંચો…નવા શૈક્ષણિક સત્રની શરુઆત થતાં જ શાળા પ્રવેશોત્સવ યોજાશે

મુસાફરો સમર કાર્નિવલ દરમિયાન ખાસ આયોજિત જરદોશી અને ભરતકામ વર્કશોપ જેવી કેટલીય કલા પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. હસ્તકળાને લગતી પ્રવૃત્તિઓ સાથે આપના પ્રવાસનના અનુભવને આનંદદાયક બનાવવા એરપોર્ટ પર આકર્ષક સજાવટ, સેલ્ફી બૂથ અને એન્ગેજમેન્ટ કિઓસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરો માટે શોપીંગને સુલભ બનાવવા તાજેતરમાં અદાણી વન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેના થકી સમગ્ર એરપોર્ટ પરિસરમાં QR કોડ સ્કેન કરતાની સાથે જ એપ્લિકેશન અને વેબસાઇટ પર વિવિધ ઑફર્સ જાણી શકાય છે.

તો આવો, એરપોર્ટ પર આ અદ્ભુત અનુભવનો લાભ ઉઠાવો. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ- 2023 ની મજા માણો અને વેકેશનની યાદોને ચિરંજીવી બનાવો!

મીડિયા પૂછપરછ માટે: આલોક બ્રહ્મભટ્ટ I alok.brahmbhatt@adani.com

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

અમદાવાદ હવા ઝેરી બની આ વિસ્તાર દિલ્હી કરતા બત્તર હાલત

elnews

ગાંધીનગર: છૂટાછેડા આપ્યા વિના જ પતિએ બીજા લગ્ન કર્યાં

elnews

ફર્જી મામા બનીને લગ્ન કરવાનાં ઇરાદે શાળા માં થી એલ.સી. કઢાવ્યું…

elnews

Leave a Comment

error: Content is protected !!