26.6 C
Gujarat
September 19, 2024
EL News

મખાના એટલે જ ‘કમળના બીજ ‘આરોગ્ય માટે છે ફળદ્રુપ

Share
Health Tips :
કમળ જેટલું સુંદર પુષ્પ, તેના બીજ આરોગ્ય માટે એટલા જ ફળદ્રુપ. મખાના એટલે જ ‘કમળના બીજ ‘મખાના ને લોટસ સીડ તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને ભગવાનના પ્રસાદમાં મખાના નો ઉપયોગ કરવામાં આવે છે. મખાના એ પૌષ્ટિકતાથી ભરપૂર છે.
PANCHI Beauty Studio
Advertisement
મખાના નો ઉપયોગ શેકીને થોડું મીઠુ ભેળવી એર ટાઈટ ડબ્બામાં ભરી તેમજ ફ્રાય કરીને, દૂધમાં નાખીને ખીરની જેમ બનાવીને પણ આરોગી શકાય છે. આયુર્વેદમાં તો મખાના વખણાય છે. તે પ્રોટીનથી ભરપૂર છે. વજન ઓછું કરવામાં તો મખાના કારીગર છે. ગર્ભાવસ્થા દરમિયાન તેમજ પ્રસૃતિ બાદ મખાના ખાવાથી શરીરમાં શક્તિ આવે છે ને વિટામિનો ની ઉણપ દૂર થાય છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ તો મખાના ખાસ આરોગવા જોઈએ.

આ પણ વાંચો… પ્રોટીનથી ભરપૂર ચટપટા છોલે ચણા ચાટ માટે રેસિપી

હૃદયરોગ માટે ઉત્તમ, દાંત ને પેઢા મજબૂત રાખે છે, જેને ઊંઘ ના આવતી હોય અને અનિંદ્રા થી પીડાતું હોય તેમજે 20 થી 30 ગ્રામ મખાના ખાવા જોઈએ.બાળકો થી લઈને દરેક વ્યક્તિ માટે મખાના એ ઉર્જાના સ્રોત સમાન છે. પરંતુ, જે વ્યક્તિને ગેસ, વાયુ, પિત્ત તેમજ પાચનતંત્રની સમસ્યાઓથી પીડાતું હોય તેમને મખાનાનું સેવન યોગ્ય માત્રા માં જ કરવું તેમજ જો માફકના આવતું હોય તો ટાળવું જોઈએ. બાકી મખાના ખાઓ તો મજબૂત થાઓ ને થાક ભગાવો તે શક્તિવર્ધક છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ડાયાબિટીસથી હૃદયને આ એક વસ્તુથી બચાવો.

cradmin

વજન ઘટાડવામાં લીંબુ પાણી કેટલું અસરકારક છે?

elnews

કાળા મરીનો ડાયટમાં ખાવાથી સ્વાસ્થ્યને મળશે મોટા ફાયદા

elnews

Leave a Comment

error: Content is protected !!