26.8 C
Gujarat
September 26, 2023
EL News

વડોદરામાં એમ.એસ. કરોડોની છેતરપિંડી મામલે ફરિયાદ

Share
Vadodara, EL News

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એમ.એસ. યુનિવર્સિટીમાં નોકરીની લાલચમાં કરોડોની ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. એક મહિલાની ફરીયાદને આધારે આ વાત સામે આવી છે. જેમાં બહારના લોકો ખોટી રીતે આ પ્રકારે લોકોને ઝાંસામાં લઈને ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

PANCHI Beauty Studio

ભેજાબાજોએ નોકરી વાચ્છુક પાસેથી 1.67 કરોની છેતરપિંડી કરી. આ સમગ્ર મામલે અમદાવાદની મહિલાઓ વડોદરામાં સયાજીગંજ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરી છે. મહિલા પાસેથી લોકોએ 11 લાખ પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો…જાણો સોપારીના 5 આશ્ચર્યજનક ફાયદા

યુનિવર્સિટીના લેટર પેડ પર ખોટા ઓર્ડર અને જોઈનિંગ લેટર બનાવીને ઠગાઈ આચરવામાં આવી હતી. આ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કેમ પોલીસ ફરીયાદ ન કરાઈ તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. કેમ કે, એમ.એસ.માં નોકરી આપવાના મામલે આ ઠગાઈ કરવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ  યુનિવર્સિટીના લેટર પેડ પર ખોટા ઓર્ડર અને જોઇનીંગ લેટર પણ બનાવવામાં આવ્યા છે. સત્તાધીશોએ હજુ સુધી પોલીસ કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા પાસેથી ત્રણ લોકોએ 11 લાખ પડાવ્યા હતા ત્યારે આ મામલે ફરીયાદ દાખલ થઈ છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા મહિલાની ફરીયાદને આધારે તપાસ કરવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

વિધાનસભામાં સરકારી કર્મચારીઓ પર ગુનાના આંકડાઓ

elnews

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી વિદેશી દારુની બોટલો મળી

elnews

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ

elnews

Leave a Comment

error: Content is protected !!