23.1 C
Gujarat
December 2, 2023
EL News

રાજકોટમાં રિસામણે ગયેલ પત્નીને લેવા જતા ખૂની હુમલો

Share
Rajkot :

રૈયાધારમાં રિસામણે રહેલી પત્નીને તેડવા આવેલા પતિએ છરી વડે આતંક મચાવી તેની સાસુ અને સાળાને છરીના ઘા ઝીંકી દેતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજા બનાવમાં મોટામવામાં પોતાના પુત્રને રખડવા લઈ જવા બાબતે ટપારતા બે ભાણેજે મામાને ધોકા વડે લમધર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

Measurline Architects
Click Advertisement To Visit

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં છ માસથી રિસામણે આવેલી પત્નીને તેડવા આવેલા જમાઈ સુનિલ શાંતિ રાઠોડ, દિલીપ રાઠોડ, બિપીન રાઠોડ અને અન્ય શખ્સોએ મળી સાસુ સુધાબેન કિરીટભાઈ ગોહિલ અને સાડા જય ગોહિલને છરી ઇકી દેતા તેમને સારવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો… ગાંધીનગરમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ ગઈ કાલે રાત્રીના દારૂ પીધા બાદ સુનિલે તેને સાળાને ફોનમાં ધમકી આપતા કહ્યું હતું કે. ” તું મારી પત્નીને કેમ આવવા નથી દેતો?’ તેમ કહી તેના સાસુ સુધા બેન અને સાડા પર છરી વડે તૂટી પડ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ તો અન્ય બનાવમાં મોટા મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા અને ડ્રાઈવિંગનું મુકેશભાઈ જગદીશભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાનને તેના ભાણેજ અજય અને વિજયે પાઇપ ફટકારતાં મુકેશભાઇ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટના બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ

elnews

દીકરી સાથે મમી પણ ડાન્સ ફ્લોર પર જુમી ઉઠી

elnews

વિધાનસભા પહેલા ભાજપ રાજ્યમાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

elnews

Leave a Comment

error: Content is protected !!