36.6 C
Gujarat
April 20, 2024
EL News

વ્યાજના દૂષણને દુર કરવા રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ

Share
Rajkot, EL News:
  1. રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષ સ્થાને તા.10/01/2023ના રોજ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદની બદી નાબુદ કરવા લોકદરબારનું આયોજન કરેલું છે. અધિક પોલીસ કમિશ્નર સૌરભ તૌલંબીયા, નાયબ પોલીસ કમિશ્નર સુધીરકુમાર દેસાઇ ઝોન-2, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ કમિશ્નર સજ્જનસિંહ પરમાર ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફીક) પુજા યાદવ તેમજ રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નરો તથા તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહેશે.

PANCHI Beauty Studio

જે લોકદરબાર આગામી તા.10/01/2023 ના રોજ કલાક 11/00 વાગ્યા થી બપોરના કલાક 1 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવનાર છે. લોકદરબાર દરમ્યાન જે-તે પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ દ્વારા અરજદારની અરજીઓ પણ હેમુ ગઢવી હોલ ખાતે જ સ્વીકરાવામાં આવશે. લોકદરબારમાં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલું છે.

આ પણ વાંચો…ગૌતમ અદાણી ખરીદી શકે છે દેશની આ મોટી કંપની

આ લોકદરબારમાં શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે. જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગ બનનાર વ્યક્તિ તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે. જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગ બનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે.

જે એક વ્યક્તિને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે. આવી ગેરકાયદે પ્રવૃતી સદંતર બંધ કરાવવા શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે તેમજ અગાઉ શહેરના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશ્નરની કચેરીએ અરજી કરેલી હોય અને તેમાં પોલીસે કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે

શહેરના નાગરિકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી આ લોકદરબારમાં ભાગ લેવા માટે શહેરના નાગરીકોને પોલીસ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવે છે.

 

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ શહેરને મળ્યા નવા મહિલા મેયર, જાણો કોને

elnews

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું

elnews

અમિત શાહના નિવાસસ્થાનની સુરક્ષા વધારવામાં આવશે

elnews

Leave a Comment

error: Content is protected !!