22.1 C
Gujarat
December 4, 2024
EL News

હવે સરકાર આપશે 18,500 માસિક પેન્શન, ફટાફટ કરો એપ્લાય

Share
Modi Government PMVVY Scheme:

પરિણીત લોકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. હવે તમને ઘણો ફાયદો થઈ શકે છે. મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) ચલાવવામાં આવી રહી છે. તેમાં તમને માસિક પેન્શનની ગેરંટી પણ મળે છે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા માંગો છો, તો તમે 31 માર્ચ, 2023 સુધી રોકાણ કરી શકો છો. જો પતિ અને પત્ની બંને ઈચ્છે તો તેઓ અત્યારે જ રોકાણ કરી શકે છે અને 60 વર્ષની ઉંમર પછી તેનો લાભ લઈ શકે છે. ચાલો જાણીએ આ યોજના વિશે.

Measurline Architects
Click Advertisement To Visit

વય વંદના યોજના શું છે ? (Vay Vandana Yojana)

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 26 મે 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ એક એવી સામાજિક સુરક્ષા યોજના છે, જેમાં લાભાર્થીને માસિક પેન્શન મળશે. ભારત સરકાર આ યોજના લાવી છે અને તે ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત છે. જો પતિ અને પત્ની બંનેની ઉંમર 60 વર્ષ વટાવી ગઈ હોય તો તેઓ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આપને જણાવી દઈએ કે પહેલા રોકાણની મર્યાદા 7.5 લાખ રૂપિયા હતી, જેને બમણી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સિનિયર સિટિઝનને આ યોજનામાં વધુ વ્યાજ મળે છે.

10 લાખ રૂપિયાના રોકાણ પર 9,250 રૂપિયા દર મહિને પેન્શન

60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો આ વિશેષ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ રોકાણ 31 માર્ચ, 2023 પહેલા કરવું પડશે. તેમાં રોકાણના આધારે દર મહિને 1000 રૂપિયાથી 9250 રૂપિયાનું પેન્શન મળે છે. એટલે કે જો તમે ઓછામાં ઓછા 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મળશે, જ્યારે 15 લાખ રૂપિયાના રોકાણ પર દર મહિને 9,250 રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્ની આ યોજનામાં રોકાણ કરે છે, તો 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પછી તમને બંનેને દર મહિને 18,500 રૂપિયાનું પેન્શન મળશે.

 

આ પણ વાંચો… ઘરે ઝટપટ તૈયાર કરો ટેસ્ટી મેક્રોની સલાડની રેસિપી

10 વર્ષમાં મળશે સંપૂર્ણ એમાઉન્ટ

આપને જણાવી દઈએ કે આ સ્કીમ 10 વર્ષ માટે છે, એટલે કે 10 વર્ષમાં તમને સંપૂર્ણ રકમ પરત મળી જશે. આ સિવાય તમને જમા રૂપિયા પર માસિક પેન્શન પણ મળતું રહેશે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે 10 વર્ષ સુધી આ સ્કીમમાં રહેશો તો 10 વર્ષ પછી તમને તમારા રોકાણ કરેલા રૂપિયા પાછા મળશે. એટલું જ નહીં તમે આ સ્કીમ ગમે ત્યારે સરન્ડર કરી શકો છો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

શેરબજાર તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સ 61300 પાર

elnews

ભારતમાં સસ્તુ થયું સોનું, ખરીદતા પહેલા જાણી લો નવી કિંમત

elnews

આ બેંક આપી રહી છે 500 દિવસની FD પર 8.85% વ્યાજ

elnews

Leave a Comment

error: Content is protected !!