22.1 C
Gujarat
December 4, 2024
EL News

10 માર્ચ ૨૦૨૩ એ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ સિનેમા નાં સોનેરી પડદાં ઉપર ચમકશે…

Share
Exclusive Interview Of Jagdishchandra baria With Shivam Vipul Purohit:

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને પંચમહાલ જિલ્લામાં ફિલ્મ જગતમાં ઝળહળતું નામ એટલે જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મુવિઝ નાં સંસ્થાપક, ઇમ્પા એસોસિયેશન નાં મેમ્બર અને અત્યાર સુધી ૪ સફળ ગુજરાતી ફિલ્મો આપી ચુકેલા દિગ્ગજ ફિલ્મ નિર્માતા જગદીશ ચંદ્ર બારીયા ની આગામી પેશકશ‌ “લેન્ડ ગ્રેબિંગ” થોડાક જ દિવસોમાં સોનેરી પડદાં ઉપર…

10 માર્ચ ૨૦૨૩ એ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ સિનેમા નાં સોનેરી પડદાં ઉપર ચમકશે.

 

વાતચીત:
આવનારા સમયમાં પંચમહાલ જીલ્લો અને મધ્યગુજરાત માં ફિલ્મ જગત વિશે તમારો શું અભિપ્રાય છે?

પેહલાનો સમય એવો હતો કે કલાકારો ને શોધવા પડતા હતા જયારે હાલ ઇંટરનેટ નાં જમાના માં ટેલેંટેડ કલાકરો ઘરે ઘરે જોવા મળે છે ત્યારે એવું કહિ શકાય કે નવા નવા કલાકારો અને એમના દ્વારા બનાવવામાં આવતી નવી નવી વસ્તુઓ લોકો ને પણ જોવાનું પસંદ આવે છે. તો ચોક્કસ આવનારા સમય માં પંચમહાલ જીલ્લામાં ફિલ્મ જગત વિશે આશાનું કિરણ જોઇ શકાય છે.

Land grabbing Gujarati Film, Poster, El news
Land grabbing Gujarati Film, Poster, El news
જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મુવિઝ ની “લેન્ડ ગ્રેબિંગ” ફિલ્મ જે આવનારા દિવસોમાં સોનેરી પડદાં ઉપર આવવાની છે, શું ખાસ છે આ ફિલ્મ માં? વાચકો ને જણાવશો.

“લેન્ડ ગ્રેબિંગ” એ સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા ની વાત છે. સરકારે લેન્ડ ગ્રેબિંગ કાયદો બનાવ્યો છે એવા લોકો માટે કે જેઓ ગરીબ છે, જેમની જમીન પચાવી પાડવામાં આવી છે તેવા લોકો ને આ કાયદા થકી યોગ્ય ન્યાય મળે. પણ ચિત્ર તો કંઈક બીજું જ છે આ કાયદા નો લાભ જેને લેવો જોઈએ તે નથી લેતા જ્યારે લે ભાગુઓ- માલેતુજારો આ કાયદાની છટકબારી શોધી ને સાંઠ ગાંઠ થી કાયદાનો દુરૂપયોગ કરી રહ્યા છે. તો આ ફિલ્મ નાં માધ્યમ થી આ એક સંદેશ લોકો સુધી પહોંચશે અને દર્શકો ને આ કાયદાનું યોગ્ય જ્ઞાન પણ મળે તેવો અમારો આશય છે.

Jagdish Chandra Baria With Shivam Vipul Purohit, EL News

લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ માં ક્યાં ક્યાં કલાકારો જોવા મળશે?

સંગીત ક્ષેત્રે દેશ-વિદેશમાં ખૂબ જાણીતું નામ ઉમેશ બારોટ આમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમજ ગુજરાત નાં નાના પાટેકર કહેવાતાં ચેતન દૈયા, તેમજ ઇન્ડસ્ટ્રી માં ચુલબુલી અભિનેત્રી તરીકે પ્રખ્યાત ઝીલ જોષી, તેમજ દિપા ત્રિવેદી ભાભી નાં પાત્ર માં જોવા મળશે. તેમજ કેટલાક લોકલ કલાકારોએ પણ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ માં ખુબ સારી મહેનત કરી છે.

 

પડદા ની પાછળ કામ કરી રહેલી ટીમ કેમેરા મેન, એડિટર, સ્પોટ નું પણ એક ફિલ્મ બનાવવામાં અમુલ્ય યોગદાન હોય છે તો આવનારા સમયમાં આપણાં વિસ્તારમાં આવાં ટેલેન્ટેડ લોકો છે તેમના વિશે તમારો કેવો નજરીયો છે?

સામાન્ય લોકો ને ફિલ્મો ક્યાં બને છે કેવી રીતે બને છે તેની ઝાઝી જાણ નથી હોતી પણ આપણા વિસ્તારમાં પણ પંચમહાલ જિલ્લામાં, મધ્ય ગુજરાત માં નવી નવી ફિલ્મો વધુ ને વધુ બને તો તેનાં થકી આપણાં વિસ્તારમાં ટેકનીકલ ટીમ ને પણ રોજગારી મળી રહે, પ્રોત્સાહન મળે અને તેઓ નામના મેળવી શકે અને લોકો ને પણ નવું નવું જોવા મળે.

Jagdish Chandra Baria With CM Bhupendra Patel-El News
Jagdish Chandra Baria With CM Bhupendra Patel-El News
હાલમાં ટ્રેડિંગ સાઉથ ઇન્ડસ્ટ્રીઝ માં ફિલ્મ રિલીઝ થાય ત્યારે ત્યાં નાં લોકો સૌથી પહેલો પ્રેફરન્સ ત્યાં ની ફિલ્મો ને આપતાં હોય છે તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની ફિલ્મો માટે લોકો નો અભીગમ શું હોવો જોઈએ?

સાઉથ ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરીએ તો ત્યાં નાં લોકો તેમની સંસ્કૃતિ અને સ્થાનિક પાશ્વ સંગીત (background music) ને પ્રાધાન્ય આપે છે જ્યારે અહીં ની સ્થિતિ એવી છે કે નકલ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે જ્યારે એ જગ્યાએ જો ગુજરાતી ફિલ્મો માં પણ સ્થાનિક મ્યૂઝિક અને સંસ્કૃતિ ને પ્રાધાન્ય આપવામાં આવે તો તેને પણ લોકો પસંદ અવશ્ય કરશે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે “હેલ્લારો”.

 

શું “લેન્ડ ગ્રેબિંગ” લોકો નાં દિલો ઉપર રાજ કરશે?

હા ચોક્કસ કરશે, “લેન્ડ ગ્રેબિંગ” પણ એવી જ એક ફિલ્મ છે જે ગામ શહેર માં રહેતો કોઈ પણ વ્યક્તિ તેની મજા માણી શકે અને તેનાં મુલ્યો સમજી શકે. એમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા વિશે ની સમજણ છે. કોઈ પણ કાયદો સરકાર દ્વારા પ્રજા નાં લાભ માટે બનાવવામાં આવે છે જ્યારે તેનો લાભ ખોટા લોકો લઈ રહ્યા છે. તો આ ફિલ્મ માં પ્રજા, પ્રતિનિધિ અને સ્થાનિક અધિકારીઓ મળી ને યોગ્ય કામગીરી કરે તો કાયદા ની વ્યવસ્થા પણ જળવાય અને દરેક લોકો ને યોગ્ય લાભ પણ મળે એ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ જગતમાં આ પ્રકારની પહેલી ફિલ્મ હશે એવું કહેવામાં અતિશયોક્તિ નહીં અને દર્શકો નો સાથસહકાર અને પ્રતિસાદ સારો રહ્યો તો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…

Trailer:

 

આ પણ વાંચો આ શાળામાં ખેલાડીઓને અભ્યાસ અને હોસ્ટેલ ફ્રિ તેમજ…

 

 

Related posts

સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક

elnews

શહેરના 9 જેટલા ગાર્ડનનું રૂ. 8 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

elnews

મહાઠગ કિરણ પટેલને આવતીકાલે ફરી તપાસ માટે લાવશે

elnews

Leave a Comment

error: Content is protected !!