35.7 C
Gujarat
March 29, 2024
EL News

Canada: Vancouver નાં લેંગલી શહેરમાં ઓપન ફાયરિંગ..

Share
Canada:

બ્રિટિશ કોલંબિયાના પશ્ચિમી કેનેડિયન પ્રાંતમાં સોમવારે મેટ્રો વાનકુવરના લેંગલી શહેરમાં ગોળીબારીની ઘટના સામે આવી હતી. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.

આ ઘટનામાં સંડોવાયેલા એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એક બંદૂકધારીએ ફૂટપાથ પર સૂતા બેઘર લોકોને નિશાન બનાવ્યા છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શકમંદને કસ્ટડીમાં લીધા બાદ આ મામલે તપાસ હાથ ધરી છે. કેનેડિયન સમય અનુસાર સવારે 6.30 વાગ્યે બનેલી ઘટનામાં લેંગલી શહેરમાં અનેક ગોળીબાર થયા બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

શૂટરે ફૂટપાથ પર સૂતા બેઘર લોકોને નિશાન બનાવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળના રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે.

કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હુમલામાં જાનહાનિની ​​સંખ્યા જણાવવી ખૂબ જ વહેલું છે.

 

વ્યસ્ત લેંગલી વિસ્તારમાં ફાયરિંગની ઘટનાઓ

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ એ જણાવ્યું હતું કે વ્યસ્ત લેંગલી વિસ્તારમાં ગોળીબારની ઘટનાઓ બની હતી અને લેંગલી ટાઉનશીપમાં પણ ગોળીબારની ઘટના નોંધાઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે તેમને હજુ સુધી જાનહાનિ વિશે માહિતી મળી નથી.

પોલીસે સોમવારે સવારે આ વિસ્તારમાં ચેતવણી જારી કરીને લોકોને સંબંધિત વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપી હતી. પોલીસે શહેરના વ્યસ્ત વિસ્તાર તરફ જતા રસ્તાનો મોટો ભાગ બંધ કરી દીધો હતો.

 

પોલીસે એક શકમંદની અટકાયત કરી વધુ સંડોવણીની તપાસ હાથ ધરાઈ

 

પોલીસે પાછળથી બીજી ચેતવણી જારી કરીને કહ્યું કે એક શકમંદ કસ્ટડીમાં છે. પોલીસે એમ પણ કહ્યું કે આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સંડોવાયેલ છે કે તેની સાથે અન્ય કેટલાક લોકો હતા તે પણ તપાસવામાં આવી રહ્યું છે. લેંગલી વાનકુવરથી લગભગ 48 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત છે.

 

પાર્કમાં ગોળીબારમાં બેના મોત

આ ઉપરાંત આ સમયે યુ.એસ.માં લોસ એન્જલસમાં રવિવારે એક પાર્કમાં ગોળીબારમાં બે લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા પાંચ અન્ય ઘાયલ થયા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

તેણે કહ્યું કે જ્યારે પાર્કમાં ફાયરિંગ થયું, તે સમયે ત્યાં કાર શો ચાલી રહ્યો હતો. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટએ જણાવ્યું કે ગોળીબાર સાન પેડ્રોના પેક પાર્કમાં થયો હતો.

 

Canada, Vancouver

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ અને સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાની ઉપલબ્ધી

elnews

હવે કંપની MG Hector નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરશે.

elnews

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન કામગિરી 2027 માં પુરી થશે

elnews

Leave a Comment

error: Content is protected !!