23.9 C
Gujarat
December 14, 2024
EL News

શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ

Share
Surat:

સુરતની શાળાઓની અંદર કોરોનાના ગાઈડલાઈનના બેઝિક નિયમોનું પાલન કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાના નવા વેરીયન્ટની દહેશતને લઈને રાજ્ય સરકાર દ્વારા 32 હજાર સ્કૂલોમાં ગાઈડલાઈનનું પાલન કરવાને લઈને આગામી સમયમાં પરીપત્ર જારી કરાય તેવી શક્યતા છે ત્યારે એ પહેલા જ સુરતની અંદર કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

PANCHI Beauty Studio

સાવચેતીના ભાગરુપે અત્યારથી જ શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું જરુરી હોવાથી આ આદેશ આપવામાં આવ્યો છે. સુરતની શાળાઓને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર પાઠવી આદેશ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે શાળાઓમાં આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…અમદાવાદ સિવિલમાં જાણો ઓક્સિજનની શું છે વ્યવસ્થા

જેમાં ખાસ કરીને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને બિનશૈક્ષણિક સ્ટાફ વગેરેને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં સેનિટાઈઝેશન કરવું, હાથ ધોવા, સોશિયલ ડીસન્ટન્સ જાળવવું વગેરેને લઈને સૂચનાઓ આપવામાં આવી છે. યોગ્ય રીતે માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર બાદ ત્રીજી લહેર સુધી કોરોનાના કેસો સામે આવ્યા છે.

શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત અગાઉ થયા હતા ત્યારે અત્યારથી જ શાળાઓ સતર્ક જોવા મળી રહી છે. કેટલીક શાળાઓમાં ખાસ કરીને અત્યારથી વિદ્યાર્થીઓ માસ્ક પહેરતા પણ નજરે પડી રહ્યા છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

હીરા કારીગર મોરાડિયા બાદ હવે તેમની દીકરીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

elnews

મુંબઈમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની મહિલા કોન્ફરન્સ માં વડોદરા ના ગરિમા માલવણકર વિશેષ આમંત્રિત વક્તા

elnews

અમદાવાદ: વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ

elnews

Leave a Comment

error: Content is protected !!