35.1 C
Gujarat
October 3, 2024
EL News

Panchmahal: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૭૫ મું વર્ષ…

Share
EL News, Panchmahal:

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૭૫ મું વર્ષ ચાલી રહ્યું છે જેના ભાગ રૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જિલ્લા દ્વારા જિલ્લા સંમેલન ” છાત્ર હુંકાર ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

છાત્ર હુંકાર, ABVP, Panchmahal

જેમાં પંચમહાલ જિલ્લાના ખૂણે ખૂણે થી મોટી સંખ્યામાં છાત્ર શક્તિ એકત્ર થઈ આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સત્ર, શોભાયાત્રા અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા, ABVP, Panchmahal

સાથે સાથે આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાની સમસ્યાને લઈને શૈક્ષણિક અને સામાજિક પ્રસ્તાવો પણ પારીત કરવામાં આવ્યા જેમકે સાથે સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવીન ભવન ખાતે જલ્દીથી ડિપાર્ટમેન્ટ અને અન્ય સુવિધા શરૂ કરવામાં આવે, જિલ્લા માં સમરસ છાત્રાલય ફાળવવામાં આવે, યુનિવર્સિટી ગોધરા નગરથી દૂર હોવાથી બસની વ્યવસ્થા કરવામાં આવે, યુનિવર્સિટી જવાના માર્ગ પર ટોલ ટેકસ નાં પ્રશ્ન નું નિરાકરણ કરવામાં આવે, ગોધરામાં ફાળવવામાં આવેલ નવીન મેડિકલ કોલેજના ભવનનું કાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે, ગોધરા શહેર નું નામ બદલી ગૌ – ધરા કરવામાં આવે, દરેક તાલુકા સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી ફાળવવામાં આવે, યુવાનોના રોજગાર માટે વધુ ઉદ્યોગો સ્થાપવામાં આવે અને સ્ટાર્ટઅપ તરફ માર્ગદર્શન આપવામાં આવે, વગેરે જેવા પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા હતા.

BRGF, Chhatra Hunkar, ABVP, Panchmahal, Elnews

આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, અભાવિપ ના પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે, પ્રદેશ જનજાતિ કાર્ય સંયોજક સ્મિતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં.

પેપર લીક સામે રાજ્ય સરકારે કાયદો બનાવવા સર્વે કર્યો

 

Related posts

રાજકોટવાસીઓમાં આનંદ એશિયાટિક લાઈન સફારી પાર્ક બનશે

elnews

અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે સામૂહિક આપધાત

elnews

અદાણી ગ્રીને 750 મેગાવોટના પાવર પ્રોજેક્ટ્સ માટે આંતર રાષ્ટ્રીય બેંકો પાસેથી USD 400 મિલિયનની લોન સિક્યોર કરી

elnews

Leave a Comment

error: Content is protected !!