17.9 C
Gujarat
January 20, 2025
EL News

આગામી તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવ ઉજવાશે.

Share
Godhra, Panchmahal:

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે.

જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકે નો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તને યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫ થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Advertisement

જો કે નોવેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વર્ષ ૨૦૧૯/૨૦/૨૧ દરમિયાન આ આયોજન શક્ય થઈ શક્યું નહોતું.

ચાલુ વર્ષ ૨૦૨૨ દરમિયાન આગામી તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી પંચમહોત્સવનું આયોજન વડા તળાવ, તા.હાલોલ ખાતે કરાશે જે આયોજનને લઈને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં સદર મહોત્સવની વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ/કાર્યક્રમો માટેના સુચારું આયોજન અને અમલીકરણ માટે કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે વિવિધ સબંધીત અધિકારીશ્રીઓ સાથે એક બેઠક યોજાઇ હતી.

Collector Office, Godhra, El News

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સુચારુ સલાહ સૂચનો કર્યા હતા. જેમાં સદર કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે.

આ દિવસો દરમિયાન કલાકારો થકી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. જેમાં તા. ૨૫ના રોજ આદિત્ય ગઢવી, તા. ૨૬ના રોજ હિમાલી વ્યાસ, તા. ૨૭ના રોજ ઉર્વશી રાદડિયા, તા. ૨૮ના રોજ ધર્મેશ બારોટ અને અભિતા પટેલ, તા. ૨૯ના રોજ પાર્થ ઓઝા, તા.૩૦ના રોજ કિંજલ દવે, તા. ૩૧ના રોજ મેઘ ધનુષ બેન્ડ સહિત સ્થાનિક કલાકારો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ સહિત સબંધીત અધિકારીગણ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર

Related posts

બજારમાં નવી છોકરી”એ કાપડના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો

elnews

Vadodara:નાગરવાડાના પટેલ ફળિયાની મહિલાઓ સરકારી વોર્ડે.

elnews

અટલજીની જન્મ જયંતિ નિમિત્તે GRYB દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ.

elnews

Leave a Comment

error: Content is protected !!