29.1 C
Gujarat
April 20, 2024
EL News

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

Share
Surat, EL News

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આજથી બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે દિવસીય દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે. આ દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે દૂર-દૂરથી લોકો સુરત આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આગમન સમયે ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને જોવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

Measurline Architects

સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

સ્વાગત માટે આવેલી જન મેદનીને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે, આ ખૂબ જ અદભુત છે. સુરતના તમામ પાગલોને સાધુવાદ, બાગેશ્વર બાલાજીની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે. માહિતી મુજબ, સુરતમાં સ્વાગત સમયે ધારાસભ્ય સંગીતા પાટીલ અને સુરતી માતા કિરણ પટેલ આરતીની થાળી લઈને એરપોર્ટ પહોંચ્યા હતા. કિરણ પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી હતી.

આ પણ વાંચો…   ગાંધીનગર – ઈ-વિધાનસભા માટે કમિટી બનાવવામાં આવી

એક JCP, બે DCP, 4 ACP સહિતના અધિકારીઓ હાજર રહેશે

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. જણાવી દઈએ કે આજે દિવ્ય દરબાર યોજાશે જ્યારે આવતીકાલે ભભૂતી વિતરણ કાર્યક્રમ થશે. સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાત્રિ રોકાણ ગોપી ફાર્મમાં કરવામાં આવ્યું છે. તેમના દિવ્ય દરબાર કાર્યક્રમને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700થી વધુ હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના અધિકારીઓ પણ દેખરેખ રાખશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મહાઠગ કિરણ પટેલને આવતીકાલે ફરી તપાસ માટે લાવશે

elnews

સિવિલની કિડની હોસ્પિટલમાં કર્મચારીઓનો હોબાળો

elnews

અમદાવાદ: લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ!

elnews

Leave a Comment

error: Content is protected !!