30.1 C
Gujarat
June 2, 2023
EL News

વડોદરામાં દારૂનું વેચાણ કરતાં શખ્સને પીસીબીએ ઝડપી પાડ્યો

Share
Vadodara :

વડોદરા પીસીબીની ટીમે માંજલપુરના સહજાનંદનગરમાં દરોડો પાડી મકાનની પાણીની ટાંકી અને ટોયલેટમાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે દારૂની ચાર પેટી સાથે રૂ.31 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂ આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જાહેરાત
Advertisement
પીસીબી પોલીસ ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બનેલી ઘટના :

ગણેશ પર્વે દારૂની હેરાફેરી ડામવા માટે બુટલેગરોને ઝડપી પાડવા પીસીબી પોલીસ ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, માંજલપુર વિસ્તારની સ્વામી સહજાનંદ નગરમાં રહેતો ગીતેષ ધોન્ડીરામ મહાડીક દારૂનો ધંધો કરે છે. હાલમાં ઘરની પાણીની ટાંકી તથા ટોઇલેટમાં દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ ચાલુ છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા પાણીની ટાંકી માંથી તથા ટોયલેટ માંથી દારૂની બે બે પેટી મળી આવી હતી.

આ પણ વાંચો…ઘરે જ તૈયાર કરો ચીઝી બર્સ્ટ ગાર્લિક બ્રેડ

 

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આ દારૂનો જથ્થો ગિરધરભાઈ ( રહે – છાણી જકાતનાકા) પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. માંજલપુર પોલીસે ભારતીય બનાવટની વિહસ્કીની રૂ.21,120ની કિંમતની 48 બોટલ તથા મોબાઇલ ફોન સહિત રૂ. 31,120નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા

elnews

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે

elnews

અમદાવાદ પોલીસ પૂર્વ IPSના કેસની તપાસ કરશે

elnews

Leave a Comment

error: Content is protected !!