21.1 C
Gujarat
December 6, 2024
EL News

પીએમ કિસાન યોજના / 12મા હપ્તાના રૂપિયા અત્યાર સુધી નથી આવ્યા ? સરકારે આપી મોટી જાણકારી

Share

 Yojana :

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) નો 12મો હપ્તો 17 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જારી કરી દેવામાં આવ્યો હતો. આ વખતે દેશના ખેડૂતોના એકાઉન્ટમાં 16,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ વખતે લગભગ 2.62 કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લેવાથી વંચિત રહ્યા છે. તેમના એકાઉન્ટમાં 12મા હપ્તાની રકમ આવી નથી. જો કે આ ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી. જે ખેડૂતોને હજુ સુધી પીએમ કિસાનનો 12મો હપ્તો મળ્યો નથી, તેમના એકાઉન્ટમાં 30 નવેમ્બર સુધી રૂપિયા જમા કરવામાં આવશે.

PANCHI Beauty Studio
Advertisement

એક અહેવાલ મુજબ સરકારે પીએમ કિસાન સન્માન નિધિના રૂપિયા જારી કરવા માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું હતું. ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું ન હતું. તેવી જ રીતે અનેક ખેડૂતોની જમીનની ચકાસણી પણ કરવામાં આવી ન હતી. જેના કારણે 12મા હપ્તાના 2000 રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા થયા ન હતા. પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે. આ રકમ વર્ષમાં 3 દિવસ હપ્તા દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો…શિયાળામાં સ્કીન થઈ ગઈ છે ડ્રાય? તો ચહેરા પર લગાવો આ દેશી ફેસપેક

કરવુ પડશે આ કામ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતોને તેમના એકાઉન્ટમાં 12મા હપ્તાની રકમ મળી નથી, તેવા ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. જે ખેડૂતોએ યોજના હેઠળ ઈ-કેવાયસી કરાવ્યું હતું અને તે પછી પણ હપ્તો આવ્યો નથી, તેનું કારણ જમીનનું વેરિફિકેશન ન કરાવવું રહ્યું છે. આવા ખેડૂતોએ ખેતીવાડી વિભાગની કચેરીમાં જઈને તેમની જમીનનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. લેન્ડ વેરિફિકેશન માટે ખેડૂતને મુરબ્બાના નંબર અને તેમા તેના નામે કિલ્લાના નંબરની વિગતો આપવાની રહેશે.

દસ્તાવેજો કરો ચેક

એવા ઘણા ખેડૂતો છે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું છે અને તેમનું લેન્ડ વેરિફિકેશન પણ થઈ ગયું છે, તેમ છતાં તેમને 12મો હપ્તો મળ્યો નથી. તેનું કારણ ખેડૂત દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ભૂલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરતી વખતે કોઈપણ માહિતી ભરવામાં ભૂલ કરવી, તમારું સરનામું અથવા બેંક એકાઉન્ટની માહિતી ખોટી હોઈ શકે છે. જો તમારા રૂપિયા ન આવ્યા હોય, તો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તમે દાખલ કરેલી માહિતી તપાસવી જોઈએ.

આવી રીતે ચેક કરો સ્ટેટસ

  • પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in વેબસાઈટ પર જાવ
  • જમણી બાજુ ફાર્મર કોર્નર લખેલું નજર આવશે. તેના પર ક્લિક કરો
  • તેના પછી બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો
  • આમ કરવા પર તમને આધાર નંબર, એકાઉન્ટ નંબર અને ફોન નંબરનો ઓપ્શન દેખાશે
  • આધાર નંબર દાખલ કરી ગેટ ડેટા પર ક્લિક કરો
  • તમારે બધી જાણકારી અને તમને મળેલા પીએમ કિસાનના હપ્તાની વિગતો સામે આવી જશે
  • અહીંયા જુઓ કે તમારા દ્વારા આપવામાં આવેલી તમામ જાણકારી સાચી છે કે નહીં

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઉત્તર પ્રદેશમાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ટામેટાં

elnews

આવતીકાલે IPO આવશે, ગ્રે માર્કેટમાં હવેથી ₹36નો ઉછાળો

elnews

બખ્ખા / રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર

elnews

Leave a Comment

error: Content is protected !!