Ahmedabad :
પીએમ મોદીનો અમદાવાદમાં સૌથી મોટો રોડ શો ટૂંક સમયમાં નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીનો લાંબો રોડ શો થવા જઈ રહ્યો છે. તેમના રોડ શો પહેલા આપ પાર્ટીનો રોડ શો યોજવામાં આવ્યો હતો.
બાપુનગર વિધાનસભાના સરસપુર આંબેડકર હોલ સુધી આ રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં કેજરીવાલ અને ભગવંત માનં પંજાબમાં આવેલા લોકોના જીરો વીજળીના બિલ લોકોની વચ્ચે છુટ્ટા ફેંક્યા હતા. આ સાથે ગેરન્ટી જે ગુજરાતમાં જીરો વીજળીની આપવામાં આવી છે તેને યાદ કરી હતી.
આ પણ વાંચો…સુરત જિલ્લામાં 12 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની ટકાવારી
રોડ શોમા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે જોડાયા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાગ લીધો હતો. ઢોલ-નગારા સાથે ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો. 500થી 600 મીટર આસપાસનો રોડ શો થયો હતો.
કેજરીવાલે કહ્યું કે, આ ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય નક્કી કરી શકે છે. ભાજપને મત આપવાથી ગુંડાગીરી જ આવશે. રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ ગુજરાતમાં આવો, પરિવર્તન લાવોના નારા લગાવ્યા હતા. ગુજરાતને મફત વીજળી, શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા મળશે. મહિલાઓને 1000ની આર્થિક સહાય આપવામાં આવશે. યુવાનોને રોજગારી આપીશું. જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 27 વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ સરકારને ફેંકી દો. હરભજન સિંહે પણ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, તમે ગુજરાતમાં કેમ છો? 8મી તારીકે આનંદ આવવો જોઈએ. તમે આપને જે પ્રેમ આપ્યો છે તે જ પ્રેમ ફરી આપને મળે. તો જ અમે તમારી સેવા કરી શકીશું.