31.5 C
Gujarat
May 23, 2024
EL News

સૌરાષ્ટ્રમાં અષાઢે મેઘવર્ષામાં પોરબંદર અગ્રસર

Share
Gujarat , EL News

અષાઢ માસમાં એક સપ્તાહ રાહ જોવડાવ્યા બાદ ગઈકાલથી પોરબંદર સહિત રાજ્યભરમાં ચોમાસાનો વિધીવત પ્રારંભ થયો હતો. સોમવારે વહેલી સવારે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ત્રણેય તાલુકામાં વરસાદ પડ્યો હતો. તો ત્યારબાદ પણ દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યું હતું તથા ઝરમર…ઝરમર વરસાદી ઝાપટાં વરસતા રહેતા છેલ્લા ર૪ કલાકમાં પોરબંદર તાલુકામાં આશરે સવા બે ઈંચ (પ૩ મી.મી.) રાણાવાવ તાલુકામાં આશરે પોણા બે ઈંચ (૪૭ મી.મી.) અને કુતિયાણા તાલુકામાં આશરે દોઢ ઈંચ (૩૭ મી.મી.) વરસાદ પડ્યો હતો.

Measurline Architects
તો બીજી તરફ હવામાન વિભાગે આગામી તારીખ ૩૦ જુન સુધી રાજ્યભરમાં સારો વરસાદ વરસે તેવી આગાહી કરી છે. ત્યારે આજે મંગળવારે પણ પોરબંદર પંથકમાં આકાશ કાળાડીબાંગ વાદળોથી છવાયેલું છે તેમજ વરસાદી છાંટણા પણ પડી રહ્યા છે. બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે તાપમાનનો પારો નીચો ગયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં છેલ્લા ઘણાં દિવસથી આકરી ગરમી અને બફારાને કારણે અકળાયેલા લોકોને ભારે રાહત થઈ છે. મેઘરાજાની મહેર થતાં જિલ્લાભરમાં વસવાટ કરતા લોકોના હૈયે હરખ છવાયો છે. પોરબંદર શહેરમાં ગઈકાલે વરસતા વરસાદની મજા માણવા અનેક લોકો, ખાસ કરીને યુવા-યુવતીઓ ચોપાટી ખાતે ઉમટી પડ્યા હતા, તેમજ અનેક બાળકોએ પોતાના છત-ધાબા પર વરસાદની મજા માણી હતી. તો બીજી તરફ જિલ્લાભરના ખેતરોમાં થયેલા ખરીફ પાકના વાવેતર પર વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

રાણાખીરસરા અને બાંટવા ખારો ડેમના દરવાજા ખોલાયા

આ પણ વાંચો…     આ 4 હેલ્ધી ડ્રિંક્સ કોલેસ્ટ્રોલને જડમૂળથી ખતમ કરશે

પોરબંદર જિલ્લો ઉપરાંત ઉપરવાસના ગામોમાં પણ ગઈકાલથી મેઘરાજા મહેરબાન થયા છે અને સર્વત્ર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી-નાળા, ચેકડેમ, તળાવો અને ડેમ સહિતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે પોરબંદર તાલુકાના રાણાખીરસરા ગામમાં પાણીની નોંધપાત્ર આવક થતા તંત્રને આ ડેમના દરવાજા બે ફૂટ ખોલવાની ફરજ પડી હતી. જેના કારણે આ ડેમની હેઠવાસ વિસ્તારના ગામો રાણાખીરસરા, રાણાવાડોત્રા, અમર અને રાણા કંડોરણા ગામે લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે. તો જૂનાગઢ જિલ્લાના બાંટવા પંથકમાં આવેલા ખારા ડેમનો ૧ દરવાજો ૦.૪પ મીટર ખોલવામાં આવ્યો છે, જેના કારણે કુતિયાણા પંથકના તરખાઈ, ગઢવાણા, રેવદ્રા અને ધરશન ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે. જે બાબતે નાયબ મામલતદાર તેમજ ઉપરોક્ત તમામ ગામોના તલાટી મંત્રીઓને પણ માહિતી આપી ગ્રામજનોને સલામત સ્થળે રહેવા જાણ કરવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.

elnews

ચૂંટણી પહેલા સીઆરપીએફએ અમદાવાદમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ

elnews

કતારગામના આદિનાથ એપાર્ટમેન્ટમાં 64 ફ્લેટ સીલ જાણો કારણ

elnews

Leave a Comment

error: Content is protected !!