33.2 C
Gujarat
April 25, 2024
EL News

RAJKOT: જળાશયો પાણી પાણી: અનેક ડેમો છલકાવાની આરે.

Share
Rajkot:

આ વખતે બારે મેઘ ખાંગા કહેવત સાચી પડી હોય તેમ રાજકોટ અને અન્ય રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. રાજકોટના નદી નાલા પાણી પાણી થઇ ગયા છે.

હજુ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ તો બાકી છે ત્યાં જ રાજ્યના મોટાભાગના ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. રાજ્યના ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકા પાણી છે.

ગુજરાતના જળાશયોમાં ૭૧ ટકા જળસંગ્રહ છે

૩૦ ડેમમાં ૯૦ટકાથી વધારે છે. ૧૬ જળાશયોમાં ૮૦થી ૯૦ટકા પાણી છે. ૧૭ ડેમમાં ૭૦થી ૮૦ટકા પાણી છે. ૯૫ જળાશયોમાં ૭૦ ટકાથી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરને બાદ કરીએ તો, ગુજરાતના જળાશયોમાં ૭૧ ટકા જળસંગ્રહ છે.

ભાદર-૨ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા

રાજકોટના જેતપુરમાં પણ વરસાદ દે ધનાધન વરસ્યો હતો. ધોરાજીમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. ધોરાજીની સકુરા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.

ધોરાજીનો ભાદર-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે. મોરબીમાં ફૂલકી નદી બે કાંઠે વહેતી થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ફૂલકી નદીમાં પૂર જેવો માહોલ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે

આ ઉપરાંત જામનગર-માળીયા હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. સિઝનમાં બીજી વખત વાહન વ્યવહાર ખોરવાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે હજુ વરસાદનો ત્રીજો રાઉન્ડનો બાકી જ છે એટલે કે આ વર્ષે વરસાદ તમામ રેકોર્ડ તોડે તે લગભગ નક્કી છે.

30 વર્ષનો રેકોર્ડ તૂટવાની સંભાવના

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૨૫૧માંથી ૪૭ તાલુકાઓમાં ૪૦ ઇંચથી પણ વધારે વરસાદ છે. ૧૨૬ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઇંચ સુધી વરસાદ છે. માત્ર બે તાલુકાઓમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ છે.

સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં સિઝનમાં કુલ ૧૩૮ ઇંચ થયો છે. ધરમપુરમાં ૧૧૩ ઇંચ વરસાદ થયો છે. ૮ તાલુુકાઓમાં ૮૦ ઇંચથી પણ વધારે વરસાદ થયો છે. 30 વર્ષનો રેકોર્ડ તૂટવાની સંભાવના છે.રાજ્યમાં સારા વરસાદને પગલે વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.


રાજનીતિ, શિક્ષણ, નોકરી, ધંધો, હવામાન, હેલ્થ, ફેશન, બ્યુટી, બોલીવુડ, ઢોલીવુડ ના લેટેસ્ટ અપડેટ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnews https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી

elnews

મારા પપ્પાએ મને હંમેશા એક છોકરાની રીતે ટ્રીટ કરી છે…

elnews

રાજકોટમાં એક બાજુ દિવાળી ત્યારે બીજી બાજુ જુગાર ક્લબ

elnews

1 comment

GUJARAT: અંબાલાલ પટેલ કહ્યું કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડશે. - EL News August 18, 2022 at 8:05 pm

[…] આ પણ વાંચો ગુજરાત માં સારા વરસાદ ને પગલે પાણી નું… […]

Reply

Leave a Comment

error: Content is protected !!