29.1 C
Gujarat
December 7, 2024
EL News

રાજકોટમાં લુખાઓનો ત્રાસ

Share

Rajkot:

શહેરના જંકશન વિસ્તારમાં દિન દહાડે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પાનના વેપારીએ મફત પાન આપવાની ના પાડતા વેપારીને માર મારી દુકાનમાં તોડફોડ કરી રોકડ રકમની લૂંટ ચલાવી છે. પોલીસને જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

Measurline Architects
Click Advertisement To Visit

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંકશન વિસ્તારમાં કો – ઓપરેટિવ સોસાયટીમાં રહેતા અને ઘર પાસે જ વિદ્યાસાગર પાનની દુકાન ધરાવતા લખમણભાઈ જેઠાનંદભાઈ ભક્તાણી નામના 44 વર્ષના આધેડ આજ રોજ પોતાની દુકાને હતા ત્યારે પાર્થ ઉર્ફે જાબલી સહિતના ત્રણ શખ્સોએ મફતમાં પાન માગ્યું હતું.

આ પણ વાંચો…દેશના 6.3 કરોડ MSMEથી 11 કરોડ રોજગારીનું સર્જન

જે બાબતે પાનની દુકાનના માલિક લખમણભાઈ ભક્તાણીએ ના પાડતા ઉશ્કેરાયેલા પાર્થ ઉર્ફે જાબલી સહિત ત્રણેય શખ્સોએ વેપારી પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહિ પરંતુ આ ત્રણેય શખ્સોએ રોકડા રૂ.1500 થી 2000ની લૂંટ પણ ચલાવી હોવાનું લખમણભાઈએ જણાવ્યું હતું.

હુમલામાં ઘવાયેલા પાનના ધંધાર્થી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ જંકશન ખાતે દોડી જઇ કાર્યવાહી હાથધરી છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ: રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક

elnews

નવદિપ સોસાયટી ના રહીશોના ઘર બન્યા ડ્રેનેજ લાઈન, તંત્ર સામે રહિશો નો બળાપો..

elnews

ખાદ્ય તેલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે લીધો આ નિર્ણય.

elnews

Leave a Comment

error: Content is protected !!