23.9 C
Gujarat
December 14, 2024
EL News

રાજકોટ:વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Share
Rajkot , EL News

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક ગુનખોરીની ઘટના સામે આવી રહી છે.

Measurline Architects

ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.જેમાં રાજકોટમાં રેલનગરમાં સાધુ વાસવાણી કુંજરોડ શિવાલી ચોકમાં – અમૃતધારા એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્ણાવતી સ્કુલમાં ધો.૧૧માં અભ્યાસ કરતા બાળકોને તેના પિતાએ વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતાં વધુ વ્યાજ વસૂલવા વ્યાજખોર સહિત ત્રણ શખ્સોએ વિદ્યાર્થીનું અપહરણ કરી સંત કબીર રોડની એક દુકાનમાં ગોંધી રાખી માર માર્યો હતો. જે મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો…FPIએ અત્યાર સુધીમાં માર્કેટમાંથી રૂ. 2,300 કરોડ ઉપાડ્યા

માહિતી મુજબ રેલનગરમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતા હર્ષ ચંદ્રેશભાઇ વ્યાસ નામના યુવાને પોપટપરામાં રહેતા નૈમિષ સોલંકી તેમજ તેની સાથેના કશ્યપ અને કાળુ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હર્ષના પિતા ચંદ્રેશભાઈ વ્યાસે ૨૦૧૮માં આરોપી પાસેથી રૂા.૮૦ હજાર ૮ ટકા વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિત કુલ રૂા. ૨.૪૦ લાખ આરોપીને તેણે ૨૦૨૨ સુધીમાં ચુકવી દીધા હતા. તેમ છતાં આરોપી માસિક ૮ ટકા લેખે રૂા.૬ હજારનો હપ્તો ચાલુ રાખવાનું કહેતા તેણે ઈનકાર કરી દીધો હતો. તેમ છતાં આરોપી તેને અવારનવાર ધમકીઓ આપી વ્યાજના હપ્તા શરૂ રાખવાનું દબાણ કરી પઠાણી ઉઘરાણી કરતો હતો.

ત્યારબાદ ગઈકાલે હર્ષ તેના ફઈના દીકરી બહેનના લગ્નમાં ગયો હતો. જ્યાં આજે આરોપીએ તેને બોલાવતા તે ત્યાં ગયો હતો. જ્યાંથી આરોપી એક્ટિવામાં તેને લઈ ગયા બાદ પાણીના ટાંકા પાસે બીજા આરોપી કશ્યપને બોલાવતા તે કાર લઈને આવ્યો હતો. જેમાં બંને આરોપીએ હર્ષને બેસાડી દઈ સંત કબીર રોડ પર ઈમીટેશન માર્કેટ ખાતે આવેલી દુકાનમાં લઈ ગયા હતા. જ્યાં ત્રીજો આરોપી કાળુ હાજર હતો.

આ ત્રણેય આરોપીઓએ હર્ષને દુકાનમાં ગોંધી રાખી તેને બેટથી માર મારી ઈજાઓ કરી હતી.આરોપીએ હર્ષના પિતાને ફોન પર હર્ષને મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા હર્ષના પિતાએ તેન સોમવાર સુધીમ પૈસા પહોંચાડવાનું જણાવતા આરોપીઓએ હર્ષને મુક્ત કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર પર રેડ કરી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડયો

elnews

નવદિપ સોસાયટી ના રહીશોના ઘર બન્યા ડ્રેનેજ લાઈન, તંત્ર સામે રહિશો નો બળાપો..

elnews

રાજકોટના બુટલેગરનો માલ પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપ્યો

elnews

Leave a Comment

error: Content is protected !!