11.9 C
Gujarat
December 14, 2024
EL News

રાજકોટનાં યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી: કારણ હજુ અંક બંધ

Share
Rajkot :
રાજકોટમાં દિવસેને દિવસ આત્મહત્યાના બનાવો વધતા જઈ રહ્યા છે તેમાં પણ યુવા વર્ગ આત્મહત્યાનું પગલુ ભરી રહ્યા છે કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર પોતાની કીમતી જિંદગીનો અંત કરી નાખે છે. તેવી જ એક ઘટના સામે આવી છે જેમાં રાજકોટમાં વસવાટ કરતા ૩૦ વર્ષના યુવકે પોતાની જિંદગી ટૂંકાવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા ૩૦ વર્ષના સંદીપભાઈ કાજાવદરાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી.
Measurline Architects
Click Advertisement To Visit
૩૦ વર્ષના સંદીપ ભાઇ કાજાવદરા કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટી શેરી નં. ૪માં પોતાની માતા સાથે રહેતા હતા તેમના પિતાનું દેહાંત થઈ ગયેલ હોય મતા પુત્ર જ રહેતા હતા. માતા સસોઈ કામ કરે છે પોતાના આધારસ્તંભ એવા દિકરાને ગુમાવતા ઘેર શોકમાં હતા.

આ પણ વાંચો… દરરોજ પીવો હળદરનું પાણી, થોડાક જ દિવસોમાં પિગળી જશે નકામી ચરબી

સંદીપ ભાઇ ઘરે એકલા હતા ત્યારે દવા ગટગટાવી જતા તેમને ઉલ્ટી થતી હતી બાદમાં પરિવારજનોને જાણ થતાં પહેલાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે મૃત જાહેર કર્યા હતા. સંદીપ ભાઇનું મૃત્યુ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી બાદમાં પોલીસે હોસ્પિટલ જઈ પરિવાર જાણો સાથે વાત કરી હતી પરંતુ સંદીપ ભાઇએ આ પગલું કેમ ભર્યું તેનું પરિવાર જનોને પણ ધ્યાન ન હતું જેથી પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews 

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી

elnews

અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા

elnews

વરસાદને પગલે પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા.

elnews

Leave a Comment

error: Content is protected !!