14.7 C
Gujarat
January 17, 2025
EL News

રેસિપી : સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ

Share
Food Recipe , EL News

બાફેલા ચણાના ટોસ્ટ એક પાવર-પેક્ડ નાસ્તો છે. સવારે આને ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ નથી લગતી. બાફેલા ચણા, શાકભાજી, લીંબુનો રસ અને ચાટ મસાલા સાથેની આ વાનગી ખાવામાં સ્વાદિષ્ટ પણ છે, અને ચણા પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે હાઇ-પ્રોટીન નાસ્તો પણ છે.

Measurline Architects

સામગ્રી 

  • 1/2 કપ ચણા
  • 2 ચમચી સમારેલી ડુંગળી
  • 1 ચમચી સમારેલા ટામેટા
  • 1 ટીસ્પૂન લીલું મરચું સમારેલું
  • 1 ટીસ્પૂન લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાટ મસાલો
  • 2 બ્રેડ સ્લાઈસ
  • બટર

આ પણ વાંચો…Skin Care Tips:આ રીતે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવો

રીત

ચણામાં મીઠું નાખીને બાફી લો. બાફેલા ચણાને એક બાઉલમાં કાઢીને તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લીલા ધાણા ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. બ્રેડની બે સ્લાઈસ બેક કરો અને દરેકને વચ્ચેથી કાપી લો. બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો. ઉપર ચણા અને શાકભાજીનું મિશ્રણ નાખો અને માણો બાફેલા ચણાના ટોસ્ટનો સ્વાદ. આને તમે ઉપર ચીઝ નાખીને પણ ખાઈ શકો છો અને ધાણાની લીલી ચટણી કે ટામેટાના કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બેસન અને દહીં લીલા મરચાના સબઝીની રેસીપી

elnews

કયું ફળ શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે

elnews

ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ સ્વીટ કોર્ન ચાટ,જાણો રેસિપી

elnews

Leave a Comment

error: Content is protected !!