30.5 C
Gujarat
March 23, 2025
EL News

મેળામાં ત્રણ દિવસમાં ૬૦ લાખથી વધુ રકમનું વેચાણ

Share
Rajkot  , EL News

રાજકોટમાં યોજાયું હસ્તકલા હાટ: મેળામાં ત્રણ દિવસમાં ૬૦ લાખથી વધુ રકમનું વેચાણ સાડી, વાંસમાંથી બનાવેલ વસ્તુઓ – ફર્નિચરનું સૌથી વધુ આકર્ષણ અને વેચાણ રાજકોટ ખાતે ત્રણ દિવસનું હસ્તકલા હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રી દિવસીય મેળામાં હજારો લોકો આવ્યા હતા અને કુલ ૬૦ લાખથી પણ વધુનું વેચાણ થયું હતું.

PANCHI Beauty Studio

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શનનું નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ઈન્ડેક્સ્ટ-સીના સંકલનથી રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…શું ચહેરાની ચરબીએ ચહેરાને ગોળમટોળ બનાવ્યો છે?

ત્રણ દિવસ દરમિયાન કારીગરોએ કુલ રૂ. ૬૦,૧૫,૧૩૬/- નું વેચાણ કર્યું. પ્રથમ દિવસે ૧૭,૬૪,૮૪૭/- બીજા દિવસે રૂ. ૨૬,૪૮,૮૬૫/- અને ત્રીજા દિવસે રૂ. ૧૬,૬૪,૪૨૪/- નું અનુક્રમે વેચાણ કર્યું હતું. જેમાં આસામ અને નાગાલેન્ડ રાજ્યના કારીગરોએ સૌથી વધારે વેચાણ કર્યું છે. તેમાં પણ સાડી, વાંસમાંથી બનાવેલ વસ્તુઓ અને ફર્નિચરનું વધારે વેચાણ થયું છે. ઉત્તર પૂર્વના ૪૮ કારીગરો ગુજરાતના ૫૭ કારીગરોએ અને લાઈવ ડેમોના ૧૦ કારીગરો એમ થઈને ૧૦૪ કારીગરોએ ત્રણ દિવસમાં કૂલ ૬૦ લાખથી વધુ રકમનું વેચાણ કર્યું હતું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિની માંગ વધી.

elnews

પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ…

elnews

આ વેકેન્સી છે પરંતુ આંકડાઓ બહાર નથી પડતા..

elnews

Leave a Comment

error: Content is protected !!