28 C
Gujarat
September 13, 2024
EL News

સુરત: પાંડેસરામાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોત

Share
 Surat, EL News

સુરતના પાંડેસરમાં હચમચાવે એવી ઘટના બની છે. માત્ર 15 વર્ષીય કિશોરીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. માતા-પિતા નોકરીએ ગયા ત્યારે કિશોરીએ અગમ્ય કારણસર ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગાળા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની માહિતી છે. કિશોરીના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી છે. ત્યારે પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
PANCHI Beauty Studio
માતા-પિતા નોકરીએ ગયા, કિશોરીએ ઘરમાં આપઘાત કર્યો

સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થયો છે. ત્યારે પાંડસેરમાં માત્ર 15 વર્ષીય કિશારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરાના સીતાનગરમાં પૂજા શેરબહાદૂર ગૌડ માતા-પિતા સાથે રહેતી હતી. પૂજાના માતા-પિતા બંને નોકરી કરતા હોય ઓફિસે ગયા હતા. દરમિયાન પૂજા ઘરે એકલી હતી. ત્યારે અગમ્ય કારણોસર પૂજાએ ઘરના એક રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કિશોરીએ આમ અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ

આ પણ વાંચો…    અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

આ મામલે પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક કિશોરીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, કિશોરીએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી. પરિવારજનોનું કહેવું છે કે, પૂજાને કોઈ બીમારી, તણાવ કે સમસ્યા નહોતી. પરંતુ, તેણીએ કયાં કારણોસર આવું પગલું ભર્યું તે ખબર નથી. પોલીસે તપાસ કરતા હાલ કોઈ સુસાઇડ નોટ કે ચિઠ્ઠી મળી આવી નથી. આ મામલે પોલીસે પરિવારના સભ્યોની પૂરપરછ સાથેની કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત જિલ્લામાં 12 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની ટકાવારી

elnews

કાકાએ આંદોલનના મુખ્ય ચહેરાને ચુંટણીમાં હાર ચખાડી

elnews

સુરતઃ 24 કલાકમાં કોરોનાના ત્રણ નવા કેસ સામે આવ્યા છે

elnews

Leave a Comment

error: Content is protected !!