35.1 C
Gujarat
October 3, 2024
EL News

સુરત: ડીંડોલી વિસ્તારમાં મહિલાનો સળગેલો મૃતદેહ મળ્યો

Share
Surat , EL News

ડાયમંડ સિટી સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં, સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે. રહસ્યમય સંજોગોમાં મહિલાનું મોત થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

PANCHI Beauty Studio

મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઓળખ સુજીદેવી ચૌધરી તરીકે થઈ છે અને તેની ઉંમર 45 વર્ષ હોવાનું જણાયું છે. આ ચકચારી ઘટના આજે સવારે  9.30 કલાકે બની હતી. 108ની ટીમે ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલ થકી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ, મહિલા સંપૂર્ણ રીતે બળી જેતા તેનું મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકાસમાં આ ઘટના બની હોવાની આશંકા છે.

આ પણ વાંચો…સક્સેસ સ્ટોરી / એક સમયે 1 ફ્લેટથી ધંધાની કરી હતી શરૂઆત

મૃતક મહિલાનો પતિ 4 દિવસ પહેલા રાજસ્થાન ગયો હતો

ડીંડોલી પોલીસને આ બનાવ અંગે જાણ થતા ટીમ હોસ્પિટલ પહોંચી હતી. મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક મહિલાનો પતિ 4 દિવસ અગાઉ રાજસ્થાન ગયો હતો. મહિલાના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. જો કે, રહસ્યમય સંજોગોમાં મહિલાનું મોત થતાં અનેક સવાલ ઊઠી રહ્યા છે. હાલ પોલીસ આ મામલે મહિલાના પતિનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઓરડાની અછતના લીધે ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં

elnews

28 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2023 દરમિયાન સાયન્સ કાર્નિવલ યોજાશે

elnews

વરસાદમાં ગુજરાતના 207 ડેમો 48 ટકા ભરાયા, 29 ડેમ સંપૂર્ણ ભરાયા, 27 ડેમ હાઈએલર્ટ પર મુકાયા

elnews

Leave a Comment

error: Content is protected !!