Surat, EL News
સુરતમાં કરંટ લાગતા વધુ એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના પીપલોદ વિસ્તારમાં કડિયા કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. યુવકના મોતથી બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે પોલીસે હાલ અક્સમાતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં પત્ની અને બે દીકરા સાથે રહેતો મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી 27 વર્ષીય સુખરામ દેવકા છેલ્લા આઠ વર્ષથી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ તેઓ પીપલોદ વિસ્તારમાં કડિયા કામ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે સુખરામ કડિયા કામ કરવા માટે ગયો હતો. ત્યારે કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. કરંટ લાગવાના કારણે સુખરામનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પરિવારમાં શોકનો માહોલ
આ પણ વાંચો… રાજકોટ: પોતાને કલ્કી અવતાર માનનારા રમેશચંદ્રે ફેફરે
સુખરામને પરિવારજનો અને સાથી મજૂરો સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સુખરામના મોતથી બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારમાં શોકનો માહોલ છે. સ્થાનિક પોલીસે સુખરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.