EL News

સુરત: કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

Share
Surat, EL News

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે સુગર મિલોની ચિંતા પણ વધારી છે,બદલાતા વાતાવરણ અને માવઠાને કારણે શેરડીના પાકને વ્યાપક નુક્સાન થવાને કારણે ખાંડનું ઉત્પાદન ગત વર્ષે કરતાં ઘટ્યું, દક્ષિણ ગુજરાતની 8 સુગર મિલોમાં શેરડી પિલાણ 1333743 મેટ્રિક ટન ઘટતા ચિંતા વધી છે.

PANCHI Beauty Studio

દક્ષિણ ગુજરાતમાં શેરીના વાવેતરમાં વધારો થવાની સરખામણીએ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોની હાલ વર્ષ 2022-2023ની પૂર્ણ થયેથી સીઝનના અંતિમ આંકડા પર એક નજર કરવામાં આવે તો શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના કારણે સુગર મિલોના ખાંડના ઉત્પાદન ઉપર પણ સીધી અસર જોવા મળી રહી છે, ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં થઈ રહેલા વધારાની સરખામણીએ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવા પાછળ હવામાનમાં આવેલો ફેરફાર અને કમોસમી વરસાદ હોવાનું કહેવાય રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો શાકભાજી સહિત અન્ય ચીજ વસ્તુની ખેતીમાં દિન પ્રતિ દિન ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સાથે ખેત પેદાશનો યોગ્ય ભાવ ન મળતાં બૂમો પાડતા આવ્યા છે, ત્યારે નજીકના સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો દ્વારા શેરડીના પાકના પોષણક્ષમ ભાવ મળતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટા પાયે શેરડીની ખેતી કરતાં થયા છે, ખેડૂતોની શેરડીની તરફની ખેતીના આકર્ષણ બાદ સુગર મિલોએ પણ ખેડૂતોને રોપણ આપવામાં વધારો કાર્યો હતો ત્યારે શેરડીની ખેતી થકી ખેડૂતોના દિવસો સુધરતાં અચાનક આવેલા કુદરતી વતરણમાં પરિવર્તનને ખેડૂતોના માથે આફત ઊભી કરી છે.

વર્ષ 2018-2019 થી ખાંડનું બજાર ઊંચું રહેતા સુગર મિલને ખાંડના સારા ભાવ મળવા સાથે સરકાર તરફથી પણ આયાત નિકાસ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેના કારણે સુગર મિલોને અન્ય પ્રકારે રાહત કરી આપતા ખેડૂતોને શેરડીના ઊંચા ભાવ મળ્યા હતા, જેથી કરીને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો શેડીની ખેતી તરફ વળતાં શેરડીના ઉત્પાદનમાં વધારો થવાથી સુગર મિલોમાં પણ ખાંડનું ઉત્પાદન વધ્યું હતું. જ્યારે વર્ષ 2020-2021 અને 2021-2022 થી અચાનક હવામાનમાં આવેલા ફેરફારથી શેરડીની ખેતી પર માઠી અસર જોવા મળી છે. જે દક્ષિણ ગુજરતની સુગર મિલોમાં વર્ષ 2021-2022 માં શેરડી પીલાણ સાથે ખાંડ ઉત્પાદનની સરખામણીએ હાલ પૂર્ણ થયેલી સીઝન વર્ષ 2022-2023 માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેના કારણે સુગર મિલોના સંચાલકોની સાથે સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ શાળામાં ખેલાડીઓને અભ્યાસ અને હોસ્ટેલ ફ્રિ તેમજ…

elnews

18 ઓગસ્ટે 5000 યુવાનો તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.

elnews

સુરતમાં તાંત્રિકે શ્રીફળમાંથી મંગળસૂત્ર કાઢી આશ્વાસન આપ્યું

elnews

Leave a Comment

error: Content is protected !!