EL News

જુન મહિનામાં સુરતની સુમુલ પશુપાલકોને ચૂકવશે બોનસ

Share
Surat, EL News

સુરતની સુમુલ ડેરી દ્વારા  પશુપાલકોને બોનસ ચુકવવામાં આવશે, આગામી જૂન મહિનામાં આ બોનસ ચુકવવામાં આવશે. જેથી તાપી જિલ્લાના પશુપાલકો માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેમ કે, મોટું બોનસ સુમુલ દ્વાકા ચુકવવામાં આવશે.

Measurline Architects

ખાસ કરીને રાજ્યમાં સહકારી ક્ષેત્રે ખૂબ ફોકસ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સારા એવા દૂધના ભાવ પણ ફેટ દીઠી પળી રહ્યા છે. ત્યારે પશુપાલકો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે.

સુમુલ ડેરી 5મી જૂને પશુપાલકોને 305 કરોડનું બોનસ આપશે તેવી જાહેરાત સુમુલ તરફથી કરાઈ છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને આ લાભ મળશે. પશુપાલકોને કિલો ફેટ દીઠ 100 ચુકવાશે. શેરના રુપે કિલો ફેટે 5 અને બચત પેટે પણ 5 રુપિયા ચુકવવામાં આવશે,

આ પણ વાંચો…સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ સુંદર સજાવટ અને અઢળક ઓફર્સ સાથે મુસાફરોને મોજ-મસ્તીની ટ્રીપ

આ વર્ષે લીલા અને સૂકા ચારાના ભાવમાં થયેલા વધારાને કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરીએ દૂધની ખરીદ કિંમતમાં પ્રતિ કિલો ફેટ વેલ્યુ વધારવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પશુપાલકોના હિતમાં હંમેશા ડેરી દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

અમદાવાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા:

elnews

ગુજરાત હાઇકોર્ટ 2 નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથગ્રહણ

cradmin

અમદાવાદમાં શાંતિપૂર્ણ મતદાન માટે કેટલાક આદેશો જારી કરાયા

elnews

Leave a Comment

error: Content is protected !!