37.6 C
Gujarat
June 7, 2023
EL News

પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર ફેરવ્યું કટર

Share
Surat:

સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કાંડ હજુ ભુલાયો નથી ત્યાં વધુ એક એવી જ ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં પાગલ એક યુવકે યુવતીના ગળામાં સરાજાહેર કટર ફેરવી દીધું હતું. હાલ તો પોલીસે પાગલ પ્રેમીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે..

PANCHI Beauty Studio

શહેરનાં સચિન વિસ્તારના પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે જાહેરમાં કટર ફેરવી દીધું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉમરપાડાની 22 વર્ષીય યુવતી પર પૂર્વ પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો છે. સચિનના સુડા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, આ ઘટના બાદ લોકોમાં રોષ છવાયો છે. લોકો ફરીથી ગ્રિષ્મા વેકરિયા કેસને યાદ કરી રહ્યા છે..

આ પણ વાંચો…CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી

સુરતનાં એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા પૂર્વ પ્રેમિકા પર હુમલો કરાયો હતો.

આ ઘટના બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિય આપી હતી અને કહ્યું હતું આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસ કરી રહી છે વધુમાં કહ્યું હતું કે ક્યારેય આવી ઘટનામાં કોઈ કચાશ મુકવામાં નહિ આવે અને આવી ઘટના પર ગંભીરતા પૂર્વક પગલાં ભરવામાં આવશે..

અગાઉ યુવતી અને આ યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો.તેઓ વર્ષ 2019માં બંને સાથે કામ કરતા હતા. પ્રેમ સંબંધમાં નાની-નાની વાતે યુવક યુવતી જોડે ઝઘડો કરતો હતો અને બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી હતી. જેના કારણે યુવતીએ તેમના પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો. છતાં રામસિંગ પ્રેમ સંબંધ રાખવા માટે યુવતી પર દબાણ કરતો હતો..

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ટાઇટ કપડા પહેરતા લોકો, સ્વાસ્થ્યની થશે આવી દશા..

elnews

ગુજરાતમાં નફરત ફેલાવનારા લોકોને ગુજરાત ક્યારેય સ્વીકારશે નહી – નરેન્દ્રભાઇ મોદી

elnews

હજીરામાં બે સગી બહેનો રમતા-રમતા તળાવમાં પડી

elnews

Leave a Comment

error: Content is protected !!