23.9 C
Gujarat
December 14, 2024
EL News

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે

Share
Rajkot, EL News
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીની ઘટનાઓ બનવા પામી છે ત્યારે કુવાડવા રોડ પર બે મારા મારી ની ઘટના સામે આવી હતી જેમાં પ્રથમ બનાવવામાં નાથદ્વારા પાર્કમાં ફર્યું ધોવા બાબતે બે પાડોશીઓ બાખડયા હતા. જેમાં સામસામે પોલીસ ફરિયાદ થતા કુવાડવા પોલીસે પાંચ મહિલા સહિત છ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં રંગીલા સોસાયટીમાં પ્લોટ પર મકાન બનાવવા માટે પાયો ખોદવા આવેલા શખ્સે પાડોશમાં રહેતા આધેડ પર પ્લોટમાં નાવેરું બનાવવા બાબતે બોલાચારી કરી ત્રિકમ વડે માર મારતા તેના વિરોધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
Measurline Architects
પ્રથમ બનાવ મુજબ કુવાડવા રોડ પર નાથદ્વારા પાર્કમાં રહેતા દીપાબેન રૂપલબેન સુરેશભાઈ ઠક્કરાર નામના એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓમાં તેના પાડોશમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મેશભાઈ ડોડીયા, મનિષાબેન ધર્મેન્દ્રભાઈ ડોડીયા, મીનાબેન ઉર્ફે મોનાબેન હરિભાઈ લિંબાસિયાઓના નામ આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે તેના પાડોશમાં રહેતા તમામ આરોપીઓ તેને છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર નાની મોટી બાબતો હોય મેળા ટોળા માળી ગાળો આપતા હતા તે બાબતે તેઓના સમાધાન માટે થોડા સમય પહેલા મીટીંગ પણ રાખવામાં આવી હતી ત્યારે આરોપીઓ હોય તેને તમાચો મારી ખૂનથી મારી નાખવાની ધમકી આપે આંખો મારી ચેનચાળા કર્યા હતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે આ મામલે સામે પક્ષે ફરિયાદ નોંધાવી હતી જેમાં ધર્મેન્દ્રભાઈ વીરજીભાઈ ડોડીયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં રૂપલબેન સુરેશભાઈ ઠકરાર, તેના ભાભી પાયલબેન નિલેશભાઈ ઠકરાર અને રૂપલબેનના મોટા બેન સોનલબેન તેજસભાઈ વસાણી ના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના ઘરમાં ફર્યું ધોતા હતા ત્યારે આરોપીઓ હોય તેને ગાળો આપી બોલાચાલી કરી હતી ત્યારબાદ પોતે નિગમમાં ચેરમેન હોવાનુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે ઉપરાંત પેટ્રોલ જેવું જલન પ્રવાહી પોતાની પર છાટે પોતે આપઘાત કર્યા બાદ ફરિયાદીના નામની સુસાઇડ નોટ લખી જવાની ધમકીઓ આપી હતી જેથી તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાત શરૂ કરી છે.
જયારે બીજા બનાવમાં રંગીલા સોસાયટીમાં રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ડાભી એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ગગજીભાઈ વાલાભાઈ ડાભી નું નામ આપ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે આરોપી અગાઉ ફરિયાદીની બાજુમાં રહેલો પ્લોટ વાળી ત્યાં મકાન બનાવવા માટે પાયા ભરવા આવ્યો હતો તે સમયે ફરિયાદીએ તેમને તે પ્લોટ માં તેમનું નવેરૂ હોવાની વાત કરી હતી જે બાબતે આરોપીએ તેની સાથે બોલાચાલી કરી ત્રીકમ વડે માર મારતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

ભરતી: ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન..

elnews

ચોમાસામાં વધે છે ડાયરિયાની સમસ્યા, આનું સેવન કરો થશે રાહત.

elnews

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ BJPમાં ભૂકંપ!

cradmin

Leave a Comment

error: Content is protected !!