30.5 C
Gujarat
March 23, 2025
EL News

રાજયમાં એક સાથે 17 શિવલિંગો ધરાવતું એકમાત્ર ભૃગુઋષિ મંદિર, જુઓ

Share
ભરૂચ:

રાજયમાં એક સાથે 17 શિવલિંગો ધરાવતું એકમાત્ર ભરૂચ માં ભૃગુઋષિ મંદિર, જુઓ

પ્રાચીન 4 વેદો લિંગના પ્રતીકરૂપે સ્થાપિત મંદિરનાં ગર્ભગૃહમાં ભૃગુ ભાર્ગવેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરાઇ હતી.

ભૃગુઋષિ મંદિરે શનિ જયંતી, પાટોત્સવ, શ્રાવણમાસ, પરશુરામ જયંતિ, શિવરાત્રીએ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે.

હાલ ભૃગુઋષિનો આશ્રમ અને ધર્મશાળા તો રહી નથી પરંતુ શહેરનાં દાંડિયાબજારમાં આવેલા ભૃગુઋષિ મંદિરમાં વર્ષ 2004માં મહર્ષિ ભૃગુ ઋષિ વૈદિક ભૂમિપૂજન થયું હતું.

 

ભૃગુઋષિ તેમના 18000 ભાર્ગવો સાથે હેડંબા વનમાં આવી નર્મદા કિનારે નંદન સંવત્સરમાં માઘ સુદી પાંચના દિવસે ભગવાન વિશ્વકર્માની સહાયથી ભૃગુકચ્છ (ભરૂચ) વસાવ્યું હતું.

 

ભ્રૃગુરૂષિ મંદિર, ભરૂચ

 

રાજયમાં એક સાથે 17 શિવલિંગો ધરાવતું એકમાત્ર ભૃગુઋષિ મંદિર,

 

મંદિરનાં ગર્ભગૃહમાં ભૃગુ ભાર્ગવેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરાઇ છે. જેની સામે આરસની તકતી પર ભગવાનના દશાવતાર કંડારાયા છે.

 

ગર્ભગૃહની અંદરની બાજુએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના પ્રતિકરૂપે 4 લીંગ સ્થાપિત છે. દેવાધિદેવ મહાદેવનાં વરાહ સ્વરૂપે અતિ પ્રાચીન શિવલિંગો છે.

 

અને કોસ્મિક સાયન્સ રીસર્ચ સેન્ટરની સ્થાપનાનું ભૂમિપૂજન થયુ હતું. જે બાદ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો હતો. મંદિરનું ભાર્ગવ ટ્રસ્ટી મંડળ વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવની ઉજવણી કરે છે.

 

હાલ ભૃગુઋષિનો આશ્રમ અને ધર્મશાળા તો રહી નથી પરંતુ શહેરનાં દાંડિયાબજારમાં આવેલા છે.

 

પૌરાણિક સમયમાં ભૃગુઋષિએ અહી તપસ્યા કરી હતી

 

પૌરાણિક સમયમાં ભૃગુઋષિએ અહીં આશ્રમ સ્થાપી તપશ્ચર્યા કરી હતી. 17 શિવલિંગો ધરાવતા મંદિરમાં ભગૃઋષિની મૂર્તિ સાથે અન્ય શીવલીંગો, દશાવતાર, દત્તાત્રેય, વરાહ, નવનાથ, રીદ્ધી-સિદ્ધી, હનુમાનજી, શનિદેવ, પરશુરામ સહિતની પ્રતિમા આવેલી છે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

રાજકોટની વિધિ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કર્યું

elnews

વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા, 12 ઈંચ સુધી વરસાદ..

elnews

આર્ષ પુરોહિતે પ્રખર વક્તા તરીકે રાજ્ય માં સ્થાન મેળવ્યું, ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવી એ કર્યાં સન્માનિત.

elnews

Leave a Comment

error: Content is protected !!