26.9 C
Gujarat
April 24, 2024
EL News

રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1700ની નજીક પહોંચી

Share
Health Tip, EL News

ગુજરાત કોરોનાના કેસો સતત ધીમી ગતિએ વધી રહ્યા છે. જેથી એક્ટિવ કેસનો આંક પણ વધ્યો છે. છેલ્લા બે દિવસમાં ત્રણ દર્દીનું મોત કોરોનાને કારણે થયું છે. કોરોનાના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1700ની નજીક પહોંચી છે.

Measurline Architects

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોવિડના નવા કેસો ચિંતાજનક છે. ગઈકાલે કોરોનાનો આંક 300ને પાર પહોંચ્યો હતો જ્યારે વધુ એક વલસાડના દર્દીનું કોરોના ચેપને કારણે મોત થયું છે. એક દિવસ પહેલા રાજ્યમાં બે દર્દીઓના મોત થયા હતા ત્યારે મોતના આંકડાઓ પણ કોરોનાના કારણે સામે આવી રહ્યા છે. 25 માર્ચે અમદાવાદ અને કચ્છમાં એક-એક દર્દીનું મોત થયું હતું. તો રાજ્યના વલસાડમાં 26 માર્ચે એક દર્દીનું મોત થયું હતું.

આ પણ વાંચો…Aadhaar-Pan લિંક કરવાની છેલ્લી તારીખ વધારી

સક્રિય કેસની કુલ સંખ્યા 1600ને વટાવી 1697 થઈ
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા દર્દીઓ આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી વધુ એક મોત સામે આવ્યું છે. વલસાડ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 303 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સક્રિય કેસની કુલ સંખ્યા 1600ને વટાવી 1697 થઈ ગઈ છે. એક દિવસ પહેલા રાજ્યમાં 402 નવા કેસ નોંધાયા હતા. સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાંથી આવી રહ્યા છે. નવા કેસોમાંથી અમદાવાદમાં 118 કેસ ગઈકાલે નોંધાયા હતા ત્યારે વધુ આ મામલે કેસો વધી શકે છે ત્યારે અન્ય શહેરોમાં પણ કેસોનો આંક વધી રહ્યો છે.

અમદાવાદમાં સૌથી વધુ સક્રીય કેસ 
અમદાવાદમાં સક્રિય કેસની કુલ સંખ્યા 828
રાજકોટ જિલ્લો બીજા નંબરે 193 કેસ
સુરત ત્રીજા નંબરે 165 કેસ નોંધાયા છે
વડોદરામાં સક્રિય કેસની સંખ્યા 134
મોરબી જિલ્લામાં 94
મહેસાણામાં 60
ગાંધીનગરમાં જિલ્લામાં 36
ભાવનગરમાં 19
આણંદમાં 17
ભરૂચમાં 15 એક્ટિવ કેસ

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ મીઠી વસ્તુની મદદથી ચહેરાની કરચલીઓ દૂર થશે

elnews

ગ્રીન ટી બનાવતી વખતે ન કરો ભૂલો,ફાયદાના બદલે થશે હાનિ

elnews

1200 કેલરી ડાયટ પ્લાન ફોલો કરવાથી વજન ઘટવા લાગશે!

elnews

Leave a Comment

error: Content is protected !!