19.4 C
Gujarat
December 5, 2023
EL News

ક્યાંય બેરોજગારી નથી રોજગાર મેળામાં રાજ્યસભાના સાસંદનો દાવો

Share
Rajkot, EL News

રોજગાર મેળામાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ દાવો કરતા આ વાત કહી હતી. સમગ્ર દેશમાં બેરોજગારી નહીં હોવાનો દાવો સાંસદ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ આ મામલે કર્યા હતા. તેમણે કહ્યું કે, ઘરે કામવાળા અને ઓફિસમાં પટાવાળા નથી મળતા. તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે. દેશમાં ક્યાંય બેરોજગારી નથી. રાજકોટના રોજગાર મેળાવામાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ આ વાત કહી હતી.

PANCHI Beauty Studio

રોજગાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા કાર્યક્રમમાં સરકારી વિભાગોમાં નિયુક્ત થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા.  71000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે રોજગારીને લઈને આ વાત કહી હતી.

આ પણ વાંચો…વડોદરામાં શાળાઓ શરૂ કરવા સરકાર પાસે માંગી મંજૂરી

તેમણે કહ્યું કે, બધા લોકો નોકરી કરે છે, પણ ખાનગી ક્ષેત્રોમાં નોકરી કરે છે. સાંસદ રામ મોકરીયાએ જણાવ્યું હતું કે, ખેતીના કામ માટે પણ લોકો ઉપલબ્ધ નથી. જો કે લોકો શોધવા મુશ્કેલ છે, વિપક્ષ કહે છે કે બેરોજગારી છે. પરંતુ વાસ્તવમાં એવું કંઈ નથી.

તેમણે વધુમાં  બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, બેરોજગારીના આંકડા વિપક્ષ અને કેટલીક ખાનગી એનજીઓ દ્વારા બનાવવામાં આવેલ છેતરપિંડી છે. કોંગ્રેસ આંકડાઓ બતાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

Kutchh: પશુ રોગચાળાને કાબુમાં લેવા, વેટનરી ડોકટરોની ટીમ મેદાને..

elnews

ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વધ્યો

elnews

ગાંધીનગર જમીન કૌભાંડ મામલે અમિત ચાવડાનો ગંભીર આરોપ

elnews

Leave a Comment

error: Content is protected !!