EL News

સુરતમાં ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાના પ્રચારમાં આદિવાસી કાર્યકરો જોડાયા

Share
Surat :
ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબ્બકાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે જેથી તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાની કામરેજ 158 બેઠકના ઉમેદવાર પ્રફુલભાઈ પાનસેરીયાની ચૂંટણીનો પ્રચાર જોર શોર થી થઈ રહ્યો છે. ઉમેદવારના પ્રચાર માટે ભાજપના આદિવાસી કાર્યકર્તાઓ પણ પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા છે.
PANCHI Beauty Studio
Advertisement
સુરત જિલ્લાની કામરેજ 158 બેઠકના ઉમેદવાર પ્રફુલભાઈ પાનસેરીયા ની ચૂંટણી નો પ્રચાર જોર શોર થી થઈ રહ્યો છે પ્રફુલભાઈ ના પ્રચારમાં કામરેજ ભાજપના આદિવાસી કાર્યકર્તાઓ પણ ભારે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો તેમની જીત નિશ્ચિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કામરેજ 158 સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પ્રફુલભાઈ પાનસુરીયા નો પ્રચાર કરવા કામરેજ ભાજપ ના આદિવાસી કાર્યકરોની ટીમ પણ જોતરાઈ ગઈ છે

આ પણ વાંચો…પંચમહાલ ની વિધાનસભા બેઠકો નો ચિતાર..

કામરેજ તાલુકાના આદિવાસી કાર્યકર્તાઓ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ફરી આદિવાસીઓને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે સાથે જ ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામો રોજગારી શિક્ષણ રોડ રસ્તાઓ આવાસ યોજનાઓ આયુષ્માન કાર્ડ જેવી અપાયેલી વિવિધ સુવિધાઓથી માહિતગાર કરાવી રહ્યા છે. ગામે ગામ આદિવાસી સમાજ દ્વારા કાર્યકર્તાઓને પણ ખૂબ સારો પ્રતિસાદ અપાઈ રહ્યો છે .

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા બાદ સિદ્ધપુરમાં પણ આ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા

elnews

56 સોલાર પેનલ ધરાવતું એશિયાનું સૌથી મોટું જહાજ શરૂ. .

elnews

સુરતના ગેસ્ટ હાઉસમાં આપના ધારાસભ્ય મહિલા સાથે દેખાયા

elnews

Leave a Comment

error: Content is protected !!