33.8 C
Gujarat
April 24, 2024
EL News

દિવાળીનો લાભ ઉઠાવી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન

Share
Surat :

SOG પોલીસે મુંબઈથી સુરત લાવવામાં આવતા નશીલા પદાર્થના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પાસેથી પોલીસે 59 ગ્રામ ડ્રગ્સ અને એક ફોર વ્હીલર મળી કુલ રૂ.66.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન જેમને ઝડપ્યા છે તેમાંથી અઝહરુદ્દીન ઉર્ફે કેલા હસનુદ્દીન શેખ, મોહમ્મદ રીવાન ઉર્ફે સ્માર્ટી, મોહમ્મદ હિંદ મોહંમદ આરીફ શેખ અને ઇમરોઝ શેખ હોવાનું  તપાસમાં સામે આવ્યું છે.

Measurline Architects
Click Advertisement To Visit

સુરત પોલીસે ડ્રગ્સ ડીલરો સામે સતત કડક કાર્યવાહી કરતી આવી છે. ત્યારે આ ડીલરો સામે ફરી એકવાર લાલ આંખ કરી છે. દિવાળીના તહેવારમાં ડ્રગ્સની હેરાફેરી જોવા મળી રહી છે ત્યારે આ બદી સામે પોલીસ પણ તહેવારોમાં સાવધ બની છે. ખાસ કરીને અત્યારે ડ્રગ્સ ઉંચાભાવ હોવાથી શહેરોમાં ઓછા જથ્થા સાથે ઘુસાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો… રાજકોટ ખાતે તા. ૨૭ ઓક્ટોબરથી આર્મી ભરતી રેલીનો પ્રારંભ

સુરત પોલીસને અન્ય રાજ્યોમાંથી સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવાનો વિશે બાતમી મળી હતી. ત્યાર બાદ  બાજ નજર રાખવા અને વોચ રાખવા કડક સૂચના સ્ટાફને અધિકારીઓ તરફથી અપાઈ હતી.આ દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરત કોટ વિસ્તારમાં રહેતા ચાર શખ્સો મહારાષ્ટ્ર-મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો વેપાર કરે છે અને તેઓ મોટી માત્રામાં ડ્રગ્સ ખરીદવા મુંબઈ ગયા હતા અને આ ડ્રગ્સ સુરત લાવી રહ્યા હતા.
આ બાતમીના આધારે વોચ ગોઠવી કારમાંથી રૂ. 59 લાખની કિંમતનો 590 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે. જેથી પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂ.66.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે,

elnews

AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

elnews

એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો

elnews

Leave a Comment

error: Content is protected !!