27 C
Gujarat
November 13, 2024
EL News

UPI યુઝર્સને RBI ગવર્નરે આપી ખુશખબર…

Share

Business:

Single Block and Multiple Debits: જો તમે પણ વારંવાર પેમેન્ટ કરવા માટે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે ખુદ UPI યુઝર્સને મોનેટરી પોલિસી રિવ્યૂ (MPC) વિશે માહિતી આપતાં નવા સારા સમાચાર આપ્યા છે. નવી સુવિધા હેઠળ તમે ટૂંક સમયમાં જ હોટેલ બુકિંગ, મૂડી બજારમાં શેરની ખરીદી અને વેચાણ વગેરેના વ્યવહાર માટે UPI દ્વારા પેમેન્ટ તમારા એકાઉન્ટમાં ‘બ્લોક’ કરવા અને ચુકવણી કરવાની સુવિધા મળશે.

Measurline Architects
Click Advertisement To Visit

ઈ કોમર્સ અને રોકાણ માટે ચુકવણી સરળ થશે

આરબીઆઈ તરફથી યુપીઆઈમાં પેમેન્ટ્સને ‘બ્લોકિંગ’ કરવાની અને વિવિધ હેતુઓ માટે કાપવા (Single Block and Multiple Debits)  ની સર્વિસની જાહેરાત કરી છે. તમે જ્યારે જરૂર પડે ત્યારે રૂપિયા કાપવા માટે બેંક એકાઉન્ટ્સમાં ફંડ ફિક્સ કરીને ચૂકવણીનું શેડ્યૂલ કરી શકો છો. આરબીઆઈના જણાવ્યા મુજબ આ સિસ્ટમથી ઈ-કોમર્સ અને અન્ય રોકાણ માટે ચૂકવણી સરળ બનશે.

 

આ પણ વાંચો…મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષના ઉમેદવાર વધુ મજબૂત

હોટેલ બુકિંગ વગેરે માટે કરી શકે છે ચુકવણી

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે યુપીઆઈની મર્યાદા વધારીને, વિવિધ સેવાઓ માટે ચૂકવણી કરવા માટે ગ્રાહકોના ખાતામાં ચૂકવણીને ‘બ્લોક’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમે હોટેલ બુકિંગ વગેરે માટે આ સેવાનો ઉપયોગ કરી શકો છો. અગાઉ, RBI તરફથી મોનેટરી રિવ્યુ પોલિસી (MPC) ની જાહેરાત કરતી વખતે, રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

રેપો રેટમાં સતત પાંચમી વખત વધારા સાથે તે 6.25 ટકા પર પહોંચી ગયો છે. મે પછી આ પાંચમી વખત છે જ્યારે રેપો રેટમાં તેજી જોવા મળી રહી છે. તેની સાથે આરબીઆઈએ આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં મોંઘવારી દરમાં ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે યુપીઆઈ (UPI) ના કારણે હવે ખિસ્સામાં રૂપિયા રાખવાની ઝંઝટથી મુક્તિ મળી છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Starlink India Launch:એલોન મસ્ક મુકેશ અંબાણી સાથે જોરદાર કોમ્પિટિશન

elnews

સોનાના દાગીના ખરીદતી વખતે તેની શુદ્ધતાનું ટેન્શન

cradmin

Leave a Comment

error: Content is protected !!