30.5 C
Gujarat
March 23, 2025
EL News

અદાણી ગ્રુપ પર બિડેન પ્રશાસનની કાર્યવાહી સામે યુએસ સાંસદોએ ઉઠાવ્યા વેધક સવાલ

Share
Shivam Vipul Purohit, India:

અદાણી ગ્રુપ પર બિડેન પ્રશાસનની કાર્યવાહી સામે યુએસ સાંસદોએ ઉઠાવ્યા વેધક સવાલ

શું બિડેન વહીવટીતંત્ર વિદેશીઓ સાથે સાંઠગાંઠમાં હતું?

યુએસ કોંગ્રેસના છ સભ્યોએ બિડેન વહીવટીતંત્રના ન્યાય વિભાગ દ્વારા અદાણી જૂથ સામે લેવામાં આવેલી કાર્યવાહીની તપાસની માંગ


કરી છે. 10 ફેબ્રુઆરીએ યુએસ કોંગ્રેસ કોકસે યુએસએ એટર્ની જનરલ એજી બોન્ડીને આ મામલે એક પત્ર લખ્યો છે. જે સભ્યોમાં લાન્સ ગુડન, પેટ ફેલોન, માઈક હેરિડોપોલોસ, બ્રાન્ડન ગિલ, વિલિયમ આર. ટિમોન્સ IV, બ્રાયન બેબીન, ડીડીએસનો સમાવેશ થાય છે. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ સાથી ગણાવતા કહ્યું છે કે બિડેન વહીવટીતંત્રના ડીઓજેના પગલાથી અમેરિકન હિતોને નુકસાન થયું છે.

બિડેન વહીવટ વિરુદ્ધ 6 સાંસદોએ લખેલા પત્રમાં નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, અદાણી ગ્રુપ સામે તપાસનો કોઈ આધાર નહોતો. આ કેસમાં અમેરિકાને કોઈ નુકસાન થયું ન હતું. તપાસનો નિર્ણય ડાબેરીઓના પ્રભાવ હેઠળ લેવામાં આવ્યો હતો. વળી વિદેશી શક્તિઓના પ્રભાવ હેઠળ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલું જ નહી, આ તપાસથી ભારત-અમેરિકાના સંબંધો પણ જોખમમાં મુકાયા છે.

સાંસદોએ લખેલા પત્રમાં ભારત સાથેના બગડતા સંબંધોનો સીધો ફાયદો ચીનને થયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ-મોદી સરકારો વચ્ચે સારો સહયોગ રહ્યો છે. મોટો સવાલ તો એ થાય છે કે, ટ્રમ્પ સત્તામાં આવ્યા તે પહેલાં તપાસનો આદેશ કેમ આપવામાં આવ્યો? તેમણે કહ્યું છે કે બિડેને સરકારના આ પગલાના કારણે અમેરિકામાં રોકાણ કરનારાઓ ભારે નિરાશ થયા છે.

એક મહત્વપૂર્ણ સવાલમાં તેમણે પણ જણાવ્યું હતું કે, શું બિડેન વહીવટીતંત્ર વિદેશીઓ સાથે સાંઠગાંઠમાં હતું? કેટલાક કેસ પછી બિડેનનું ડીઓજેએ બિનજરૂરી રીતે લીધા છે તો કેટલાક કેસો પર ધ્યાન આપ્યું ન હતું. સાંસદોએ તેમના પત્રમાં કહ્યું છે કે, “અમે તમને બિડેન વહીવટીતંત્રના ડીઓજેના વર્તનની તપાસ કરવાની માંગ કરીએ છીએ.” સત્ય બહાર લાવવાના અમારા સંયુક્ત પ્રયાસમાં આ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો અમારી સાથે શેર કરવા બદલ અમે આભારી રહીશું.”

યુએસ કોંગ્રેસના સભ્યોએ અદાણીની કંપની સામેના તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ સાંસદોએ આ કાર્યવાહીની નવેસરથી તપાસની માંગ કરી છે. તેમણે પાછલી યુએસ સરકારના ન્યાય વિભાગ (DOJ) ના કેટલાક નિર્ણયોને શંકાસ્પદ ગણાવ્યા છે. આ સાંસદોનું કહેવું છે કે ન્યાય વિભાગના કેટલાક નિર્ણયોમાં કેટલાક કેસોને પસંદગીપૂર્વક આગળ ધપાવવામાં આવ્યા હતા જ્યારે કેટલાકને છોડી દેવામાં આવ્યા હતા. આનાથી માત્ર અમેરિકાના સ્થાનિક અને વિદેશમાં હિતોને જ નહીં, પરંતુ ભારત જેવા નજીકના સાથી દેશો સાથેના આપણા સંબંધોને પણ જોખમમાં મુકાયા છે.

યુએસ કોંગ્રેસના સભ્યોએ તેમના પત્રમાં કહ્યું કે ભારત દાયકાઓથી અમેરિકાનું મહત્વપૂર્ણ સાથી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાને કારણે, તેની સાથે આપણા સંબંધો ખૂબ જ ઊંડા છે. બંને દેશો વચ્ચેના સંબંધો આર્થિક, વેપાર અને રાજકારણથી ઘણા આગળ છે. પરંતુ બિડેન વહીવટીતંત્રના કેટલાક અવિવેકી નિર્ણયોને કારણે આ ઐતિહાસિક ભાગીદારી જોખમમાં મુકાઈ ગઈ છે.

સાંસદોએ તેમના પત્રમાં કહ્યું છે કે અમેરિકા અને ભારત પરસ્પર આદર અને પ્રશંસાની લાગણી ધરાવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી તેને અનુસરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હંમેશા યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત જેવી બે આર્થિક અને લશ્કરી મહાસત્તાઓ વચ્ચે મજબૂત અને પરસ્પર ફાયદાકારક સંબંધોની સાચી સંભાવનાને ઓળખી છે. ટ્રમ્પે આ બે મહાન દેશો વચ્ચે મજબૂત સંબંધો બનાવવા માટે મોદી સરકાર સાથે નજીકથી કામ કર્યું છે.

કોંગ્રેસના આ સભ્યો કહ્યું છે કે જે લોકોએ આપણા અર્થતંત્રમાં અબજોનું યોગદાન આપ્યું છે અને હજારો નોકરીઓનું સર્જન કર્યું છે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયોથી નવા રોકાણકારોને આપણા અર્થતંત્રમાં યોગદાન આપતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અમેરિકન હિતોને મોટો ફટકો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા ખતરા સામે ભારતને અમેરિકાના મૂલ્યવાન સાથી તરીકે સ્થાપિત કરીને આ પ્રયાસોને આગળ ધપાવ્યા છે.

Related posts

ગાંધીનગરમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

elnews

અદાણી ફાઉન્ડેશન,દહેજ દ્વારા સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દાદા-દાદી દિવસની ઉજવણી કરવામા આવી

elnews

રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહીં, તેનું માનસન્માન જાળવીએ.

elnews

Leave a Comment

error: Content is protected !!