27 C
Gujarat
April 25, 2024
EL News

Vadodara: ત્રણ પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો જણાઇ આવ્યા.

Share
Vadodara:

વડોદરા કોર્પોરેશનના માર્કેટ સુપ્રિડેન્ડન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનના ઢોર ડબ્બા દ્વારા પુરવામાં આવતી ગાયો ખાસવાડી સ્મશાન, લાલબાગ અને ખટંબા ખાતેના ઢોર ડબામાં રાખવામાં આવે છે.

આ ઢોર ડબાઓ પૈકી વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતેના ઢોર ડબામાં છ દિવસ પહેલાં ત્રણ પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો જણાઇ આવ્યા હતા. આ પશુઓને યોગ્ય સારવાર આપવા સાથે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.

પરિણામે આ ત્રણે પશુઓ લમ્પી વાઇરસના ખતરાથી બહાર આવી ગયા છે.વડોદરા કોર્પોરેશનના ત્રણે ઢોર ડબામાં 600 જેટલા પશુઓ છે.

પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર ડૉ. જીજ્ઞેશ દવેએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી લમ્પી વાઇરસ અંગે સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે.

જેમાં દરેક તાલુકા દીઠ 4 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન 15 જેટલા પશુઓમાં શંકાસ્પદ લમ્પી વાઇરસના ચિન્હો જોવા મળ્યા હતા.

પરંતુ, યોગ્ય સારવાર અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવતા આ તમામ પશુઓ ખતરાની બહાર છે.

વડોદરા જિલ્લામાં 5.22 લાખ પશુઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વંદે ગુજરાત રથના જિલ્લામાં પરિભ્રમણ દરમિયાન લોકોને વાયરસ વિશે જાગૃતિ અંગેના પોસ્ટર તેમજ પેમ્પલેટ વિતરણ કર્યા હતા.

કરુણા હેલ્પલાઇનના 1962થી અત્યાર સુધીના સારવાર અંગેના અહેવાલોનો અભ્યાસ કર્યો છે, તેમજ ઘનિષ્ઠા પશુ સુધારણા સ્કીમ અને બરોડા ડેરીની મુલાકાત પણ લીધી છે. નિયંત્રણ અંગેનું કાર્ય અમારી ટીમ દ્વારા સતત થઈ રહ્યું છે.

અને જો પાલતુ પ્રાણીઓના શરીરના કોઈપણ ભાગમાં ચામડી ઉપર એવી કોઈ પણ ઉણપ દેખાય તો પશુપાલક મિત્રોને તરત પ્રાણીઓના દવાખાનામાં બતાવવાની અપીલ કરીએ છીએ.

લમ્પી ડિસીઝ, વડોદરા

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ અને તમારા વિસ્તારના ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે

elnews

વડોદરાઃ 3 તોલાની ચેઈન લૂંટીને બે શખ્સો નાસી ગયા હતા

elnews

વડોદરામાં દારૂનું વેચાણ કરતાં શખ્સને પીસીબીએ ઝડપી પાડ્યો

elnews

Leave a Comment

error: Content is protected !!